Posts

Showing posts from December, 2025

નિવૃતિ એટલે શું? વાનપ્રસ્થ માં અપેક્ષા

Image
 નિવૃતિ એટલે શું? વાનપ્રસ્થ માં અપેક્ષા ————- આ અંગેના વિચારો જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ ના ઇતિહાસ વિભાગના વડા ડો વિશાલ જોષીના અભિવાદન પ્રસંગે  તા ૨૯.૧૧.૨૦૨૫ ——— પ્રસંગો (૧) બે વૈદ્ય  અને આમલી લીમડાના ઝાડ : એક ગામમાં એક વૈદ્ય ખૂબ નિષ્ણાત મોટા વિસ્તારમાં એનું મહત્વ  નજીકના 200 માઇલના અંતરે એક નવા વૈદ્ય આવ્યા તે પણ પ્રખ્યાત છે એવા સમાચાર મળ્યા  તેમની પરીક્ષા માટે પ્રથમ વૈદે એક વ્યક્તિને મોકલ્યા  તેના માટે રસ્તામાં ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી તેને કોઈ જ ખર્ચ ન કરવો પડે  ફક્ત ચાલીને જવાનું ,અને એક સૂચના આપી રસ્તામાં જ્યારે આરામ કરવું હોય તો આમલીના વૃક્ષ નીચે જ આરામ કરવો. બીજા વેદ પાસે પહોંચતા તે વ્યક્તિ શરીર થોડુ સુકાઈ ગયું. તે બીજા વૈદને મળ્યા .ત્યારે એને પૂછ્યું કેમ આવ્યા છો તો તેને કહ્યું મને આ વૈદે આપને મળવા માટે મોકલ્યા છે .કામ તો કોઈ નથી ફક્ત આપને મળવું .પરંતુ કંઈ સૂચના આપી હતી ? તેમણે કહ્યું કે હા ,રસ્તામાં વિશ્રામ કરવો હોય તો આમલીના ઝાડ નીચે સૂવાનું કહ્યું હતું.તરત જ બીજા વૈદે પ્રશ્ન પૂછ્યો હતો તો તમારા શરીરમાં કંઈ ફેરફાર થયો છે?  એવી ...