Posts

સ્વ. મહેશભાઇ પતંગેને શાબ્દીક શ્રદ્ધાસુમન

Image
 આદરણીય મહેશભાઈ પતંગે: એક મૌન તપસ્વી અને કર્મયોગીને ભાવાંજલિ ચિંતનભાઈ ઉપાધ્યાયનો ફોન આવ્યો કે, "મહેશભાઈ પતંગે આપણી વચ્ચેથી વિદાય લીધી છે." આ સાંભળીને ક્ષણભર તો માનવામાં જ ન આવ્યું; કારણ કે હજી ત્રણ દિવસ પહેલાં જ એક કૌટુંબિક વિષય પર તેમની સાથે વિગતવાર વાત થઈ હતી. પરંતુ કુદરતની ગતિ ખરેખર અકળ હોય છે. કદાચ વિધાતાની પણ એવી કોઈ યોજના હશે કે અહીંનું પ્રયોજન પૂરું થતાં જ, સમાજ માટે અનિવાર્ય એવી દિવ્ય વિભૂતિઓને અન્ય દિવ્ય કાર્યો માટે પોતાની પાસે બોલાવી લે છે. મહેશભાઈ પતંગેની જીવન-ઝરમર તરફ દ્રષ્ટિપાત કરીએ ત્યારે પ્રતીતિ થાય કે, પરમ પૂજનીય ડૉ. હેડગેવારજીએ સ્થાપેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં એક સામાન્ય દેખાતી વ્યક્તિ પણ કેવાં અસામાન્ય કાર્યો કરી શકે છે! પુણ્યભૂમિ પુણેથી જ જેમણે સંઘકાર્યના શ્રીગણેશ કર્યા હતા, તે જ ધરતી પરથી તેમણે અંતિમ વિદાય લીધી, એ પણ કુદરતનો કોઈ અદ્ભુત સંકેત જ હશે. પુણે નગરી એટલે સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સ્વાતંત્ર્ય સંગ્રામની પાવન ભૂમિ—લોકમાન્ય તિલકથી લઈને વીર સાવરકર સુધીના ક્રાંતિવીરોની કર્મભૂમિ. નાગપુર પછી મહારાષ્ટ્રમાં સંઘકાર્યનું જે મુખ્ય કેન્દ્ર બન્યું, તે પુણેની ધ...

રાષ્ટ્રોદયમાં મેડીકલ ક્ષેત્રનું યોગદાન ( વિચાર ભારતી વિશેષાંક)

Image
વર્તમાન સમયમાં ભારત ૨૧ મી સદીનું ફક્ત લીડર નહીં પરંતુ વિશ્વગુરુ બની રહ્યુ છે ત્યારે સર્વ પ્રગતિમાં ભારતનું વર્તમાન  મેડિકલ ક્ષેત્ર એક પાયાનો પથ્થર છે, જે માત્ર ફક્ત સારવારને જ મહત્વ ન  આપતા   સેવાના ક્ષેત્રમાં પ્રથમ અગ્રણી થી છે.સાથે સાથે એક વૈશ્વિક પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે. તેનું યોગદાન બહુપક્ષીય છે, જે એક વિશાળ આર્થિક એન્જિન, રાજદ્વારી સાધન (સોફ્ટ પાવર) અને તકનીકી નવીનતા માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે.આજે વિશ્વના આરોગ્ય ક્ષેત્રમાં ભારતની બોલબાલા એની વિકસિત દેશો ની સાથે અગ્રતમ હરોળમાં છે.        2026 સુધીમાં, મેડિકલ ક્ષેત્ર ભારતની પ્રગતિને કેવી રીતે વેગ આપી રહ્યું છે તે જોઈએ તો આ મુદ્દા ધ્યાનમાં આવે છે. 1. " વિશ્વની ફાર્મસી" (આર્થિક એન્જિન) વિશ્વના દવા ઉત્પાદન ક્ષેત્રમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ તેની વૈશ્વિક પ્રતિષ્ઠાનું મુખ્ય ચાલક બળ છે. તે વૈશ્વિક સ્તરે જેનરિક દવાઓનો સૌથી મોટો પ્રદાતા છે, જે જથ્થાની દ્રષ્ટિએ વૈશ્વિક પુરવઠામાં 20% હિસ્સો ધરાવે છે.અનેક દેશોમાટે ભારતનું ઉત્પાદન મહત્વનું છે. અલબત ચીનની સાથે સરખામણી કરતા ભારતની વિશ્વસનીયતા વધ...

ભૂજમાં સ્વ. કિશોરભાઇ કોટરની યાદમાં અધિવક્તા પરિષદ દ્વારા વૃક્ષારોપણ

Image
           તા ૨૧.૬.૨૦૨૬ રવિવારના દિવસે ભુજમાં મુક્ત જીવન બાપા મહિલા કોલેજના પ્રાંગણમાં અધિવક્તા પરિષદ સૌરાષ્ટ્ર દ્વારા ઘણા વર્ષો સુધી અધિવકતા પરિષદમાં કેન્દ્રીય સ્તરથી માર્ગદર્શન કરનાર સ્વર્ગસ્થ કિશોરભાઈ કોટકની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પર્યાવરણ સુરક્ષાના આ કામ અને સ્વર્ગસ્થ કિશોરભાઈ કોટક ની યાદ જેની સાથે જોડાયેલું છે એવું પર્યાવરણ જાળવણીનું કામ ખરેખર ઉપયોગી છે .આજે જ્યારે વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણની સમસ્યાઓથી ત્રસ્ત છે ,ત્યારે જળનો સંગ્રહ ,પ્લાસ્ટિકનો મર્યાદિત ઉપયોગ અને વધુ વૃક્ષોનું વાવેતર એ ખૂબ મહત્વનુ છે .          કિશોરભાઈ કોટકે ઘણા વર્ષો સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિવિધ જવાબદારીઓ સંભાળી હતી .પોતાના જીવનની ઘણા વર્ષો પોતે અધિવકતા હોવાને રાતે અધિવક્તા પરિષદમાં પણ સતત કાર્યરત હતા. અખિલ ભારતીય જવાબદારીઓ પણ નિભાવી હતી .માર્ગદર્શક પણ ઘણા વિષયોના રહ્યા હતા. પોતાના જીવનમાં નાની નાની વસ્તુઓને પણ એમણે ખૂબ જ જીવત પર્યંત જાળવી હતી. બધા જ સાથે શાંત સૌમ્ય સ્વભાવ તેમજ આપણા ધર્મ શાસ્ત્રોના આધારે તર્ક દલીલો દ્વારા આપ...

ભૂજ કચ્છમાં જોગી સમાજના સમુહ લગ્નોત્સવ ૨૧.૬.૨૦૨૬

Image
🌹🌹🌹🌹🌹🌹 “તેરા તુજકો અર્પણ “ટ્રસ્ટ દ્વારા તારીખ 21 જૂન 2026 ના રોજ જોગી સમાજની દીકરીઓ માટે સમૂહ લગ્ન ઉત્સવ નું આયોજન કરવામાં આવેલ.આ ટ્રસ્ટ દ્વારા આ ચોથું સમુહ લગ્નઆયોજન હતું. યક્ષમંદિર માધાપર ખાતે યોજાયેલા લગ્નોત્સવ માં 10 યુવક યુવતીઓ લગ્ન બંધનથી જોડાયા હતા. સમાજની અંદર નાનો વર્ગ જે આર્થિક રીતે સક્ષમ નથી. તેમ જ પરંપરાગત લગ્નની વિધિ કરવા માટેની જેમની પાસે આર્થિક સગવડતાઓ નથી એવા સમાજમાં લગ્ન સંસ્કાર યોગ્ય સ્વરૂપમાં જળવાય તથા નવા ઘરના પોતાના શરૂઆત માટેના જરૂરીયાતના સાધન સામગ્રી મળી રહે એવું કાર્ય સમાજના સેવાભાવી ઘણા ટ્રસ્ટ દ્વારા થતું હોય છે.( અહી થયેલ જોગી સમાજ સામાન્ય મજૂરી કરે છે તેમજ તેઓ માતાજીના ભક્તો કહેવાય છે જે પરંપરાગત” ડાકલા” વગાડી માં ની ભક્તિ આરાધના કરતા હોય છે.)    આ કાર્ય મા તે જ સમાજના હેમલતાબેને ખૂબજ અગ્રગણ્ય ભાગ ભજવેલ.  તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા સમાજના સહકાર અને સેવાભાવી ભામાશા-કર્ણ જેવા દાનવીરોના દાનથી આ શુભ પ્રસંગ યોજાયો હતો. વિવિધ રાજકીય પક્ષો ,સામાજિક સંસ્થાઓ અને શાસન પ્રશાસનના અનેક કાર્યકર્તાઓએ આ કામને હાજર રહી બિરદાવ્યું હતું. ભુજમાં આ દિવસે સ...

સંઘ સૃષ્ટિમાં કાર્યકર્તા ની ભૂમિકા

Image
સંઘ સૃષ્ટિમાં કાર્યકર્તા ની ભૂમિકા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી સૌરાષ્ટ્ર પ્રાંત સંમેલન 12 6 2026.. ________ સુખ અને જીવન લક્ષ્ય • માનવ જાતની અપેક્ષા : સુખ સુખ મળે ન મળે તેવું નથી ઉદાહરણ સસલાને શિંગડા ન હોય  • સુખ માટે બધા પ્રયત્નો કરે:   • સુખ શરીરનું સુખ સુંદર સ્વાદિષ્ટ ભોજન નો સ્વાદ,  • સુખ મનનું સુખ ,હર્ષ પ્રસંગ આનંદ , • સુખ બુદ્ધિ સુખ , લોકપ્રિયતા કાવ્ય લેખન આપણી કલાની લોકો માન આપે • પરંતુ માનવ જીવન માટે સૌથી ઉપયોગી એકાત્મક સુખ,  ક્યારે મળે ? જ્યારે વ્યક્તિ સ્વાર્થી ઉપર ઉઠે ,સ્વ કેન્દ્રતા દૂર થાય ,વિશ્વાત્મક માનવ બને • વ્યક્તિ પરિવાર સમાજ રાષ્ટ્ર વિશ્વ સૃષ્ટિથી પરમેષ્ઠી સુધી પહોંચે  • જ્ઞાનેશ્વર સ્વામી એ કહ્યું છે કે "છે જોજો વાંચી લે તો તો લાહે "જેને જે જોઈએ તે મળે  • પરંતુ આવા સુખનો આધાર કે ધર્મ છે  • ધર્મ: સ્વ થી ઉપર આત્મવિલોપી થવું ,અહંકાર ભાવ નાબૂદ થવો, બંધુતા અને સામુહિકતા વિકાસ પામે  • એ આપણા દેશની સંસ્કૃતિ ધર્મ અને સમાજની વિશેષતા રહી .કાળક્રમે આ ગુણોમાં જ્યારે ક્ષય આવ્યો ત્યારે આ દેશનો અનેક અવતારો મહાપુરુષોએ પ્રયત્નોની દિશા વાત ...