ભૂજમાં સ્વ. કિશોરભાઇ કોટરની યાદમાં અધિવક્તા પરિષદ દ્વારા વૃક્ષારોપણ
તા ૨૧.૬.૨૦૨૬ રવિવારના દિવસે ભુજમાં મુક્ત જીવન બાપા મહિલા કોલેજના પ્રાંગણમાં અધિવક્તા પરિષદ સૌરાષ્ટ્ર દ્વારા ઘણા વર્ષો સુધી અધિવકતા પરિષદમાં કેન્દ્રીય સ્તરથી માર્ગદર્શન કરનાર સ્વર્ગસ્થ કિશોરભાઈ કોટકની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પર્યાવરણ સુરક્ષાના આ કામ અને સ્વર્ગસ્થ કિશોરભાઈ કોટક ની યાદ જેની સાથે જોડાયેલું છે એવું પર્યાવરણ જાળવણીનું કામ ખરેખર ઉપયોગી છે .આજે જ્યારે વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણની સમસ્યાઓથી ત્રસ્ત છે ,ત્યારે જળનો સંગ્રહ ,પ્લાસ્ટિકનો મર્યાદિત ઉપયોગ અને વધુ વૃક્ષોનું વાવેતર એ ખૂબ મહત્વનુ છે . કિશોરભાઈ કોટકે ઘણા વર્ષો સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિવિધ જવાબદારીઓ સંભાળી હતી .પોતાના જીવનની ઘણા વર્ષો પોતે અધિવકતા હોવાને રાતે અધિવક્તા પરિષદમાં પણ સતત કાર્યરત હતા. અખિલ ભારતીય જવાબદારીઓ પણ નિભાવી હતી .માર્ગદર્શક પણ ઘણા વિષયોના રહ્યા હતા. પોતાના જીવનમાં નાની નાની વસ્તુઓને પણ એમણે ખૂબ જ જીવત પર્યંત જાળવી હતી. બધા જ સાથે શાંત સૌમ્ય સ્વભાવ તેમજ આપણા ધર્મ શાસ્ત્રોના આધારે તર્ક દલીલો દ્વારા આપ...