ભૂજમાં સ્વ. કિશોરભાઇ કોટરની યાદમાં અધિવક્તા પરિષદ દ્વારા વૃક્ષારોપણ
તા ૨૧.૬.૨૦૨૬ રવિવારના દિવસે ભુજમાં મુક્ત જીવન બાપા મહિલા કોલેજના પ્રાંગણમાં અધિવક્તા પરિષદ સૌરાષ્ટ્ર દ્વારા ઘણા વર્ષો સુધી અધિવકતા પરિષદમાં કેન્દ્રીય સ્તરથી માર્ગદર્શન કરનાર સ્વર્ગસ્થ કિશોરભાઈ કોટકની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પર્યાવરણ સુરક્ષાના આ કામ અને સ્વર્ગસ્થ કિશોરભાઈ કોટક ની યાદ જેની સાથે જોડાયેલું છે એવું પર્યાવરણ જાળવણીનું કામ ખરેખર ઉપયોગી છે .આજે જ્યારે વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણની સમસ્યાઓથી ત્રસ્ત છે ,ત્યારે જળનો સંગ્રહ ,પ્લાસ્ટિકનો મર્યાદિત ઉપયોગ અને વધુ વૃક્ષોનું વાવેતર એ ખૂબ મહત્વનુ છે .
કિશોરભાઈ કોટકે ઘણા વર્ષો સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિવિધ જવાબદારીઓ સંભાળી હતી .પોતાના જીવનની ઘણા વર્ષો પોતે અધિવકતા હોવાને રાતે અધિવક્તા પરિષદમાં પણ સતત કાર્યરત હતા. અખિલ ભારતીય જવાબદારીઓ પણ નિભાવી હતી .માર્ગદર્શક પણ ઘણા વિષયોના રહ્યા હતા. પોતાના જીવનમાં નાની નાની વસ્તુઓને પણ એમણે ખૂબ જ જીવત પર્યંત જાળવી હતી. બધા જ સાથે શાંત સૌમ્ય સ્વભાવ તેમજ આપણા ધર્મ શાસ્ત્રોના આધારે તર્ક દલીલો દ્વારા આપણા વિચારોને કેવી રીતે પૃષ્ઠ કરવા એવી એમનું હંમેશા માર્ગદર્શન રહેતું.આમ કહેવાય તો નાની વસ્તુઓને પણ ખૂબ જ મહત્વની હોય છે.એકવાર તેમણે કહ્યું કે ટ્રેનમાં જ્યારે આપણે ઉતરીએ એ પહેલાં આપણો સામાન ચેક કરીને લઈએ છીએ પરંતુ ટ્રેનના અમુક વર્ગમાં આપવામાં આવતી ચાદર અને ઓઢવા માટેના ધાબળો પણ એને વ્યવસ્થિત ગોઠવીને સંકેલીને મૂકવો જોઈએ. જ્યારે એમને પૂછ્યું કે આમ કરવાનું કારણ શું .તેમને કહ્યું બે વસ્તુ છે એક તો સંકેલીને વ્યવસ્થિત મૂકીએ તો એની જાળવણી પણ થાય સ્વચ્છતા પણ જળવાય . તેમજ એક બીજો મોટો ફાયદો એમને ગણાવ્યો ઘણી વખત આપણે સુતા હોઈએ અને આપણા ખિસ્સામાંથી કોઈ નાની મોટી વસ્તુ નીકળી ગઈ હોય એ આપણા ધ્યાનમાં ન હોય પરંતુ ચાદર અને ઓછાડને સંકેલીયે તો એમાં પડી હોય તો આપણને મળી જાય છે. આમ આપણને પણ લાભ થાય છે. આવી નાની ચીવટ ભરી વસ્તુઓ જેણે જીવનમાં નિભાવી એવા કિશોરભાઈ કોટક આજે દેહથી આપણી વચ્ચે નથી .પણ એમના વિચારો એમના કાર્યની સુગંધ આજે પણ છે .આ વૃક્ષારોપણ અને વૃક્ષો મોટા થશે ત્યારે એમાંથી આવનાર અન્ય ફાયદાઓ પણ સમાજને લાભ કારક થશે.એવા વૃક્ષારોપણના કાર્યને માટે અધિવક્તા પરિષદને ખુબ ખુબ અભિનંદન .





Comments
Post a Comment