13 એપ્રિલ ના દિવસે ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ રાજકોટ શહેર વિસ્તારમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં કામ કરનાર તબીબો, કાર્યકર્તાઓ તથા લાભાન્વિત વસ્તીના પ્રતિનિધિઓ આજે એકત્રિત થયા છીએ. અહીંયા તબીબી ,સેવા કરનાર સેવકો,પેરામેડિકલ સ્ટાફ તથા કાર્યકર્તા બંધુઓ હાજર છે .આ મેડિકલ કેમ્પોનું આયોજન કરનાર સેવા સંસ્થા ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો તથા આયોજનમાં મદદ થનાર કાર્યકર્તાઓ અને સેવા લેનાર સેવીતજનના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. મેડિકલના સેવા કેમ્પોનું નિમિત ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી રહી.13મી એપ્રિલના દિવસે સમગ્ર ગુજરાતમાં સેવા અપેક્ષિત વિસ્તારોમાં આ મેડિકલ કેમ્પો થયા. તેમાં NMO ના સભ્યો, સ્થાનિક ડોક્ટરો,વિશ્વ હિન્દુ પરિષદ ,સેવા ભારતી અને અન્ય એવા કરતા સંગઠનો જોડાયા .ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવન દરમિયાન સમાજના પીડીત ,દલિત ,શોષિત સમાજને મદદરૂપ થવા માટે અનેક પ્રકારે કાર્ય કર્યું .તેમાં સેવા પણ એક મહત્વનો ભાગ હતો. સ્વતંત્રતા ,સમતા અને બંધુતા નો તેમનો સંદેશ સ...