સેવા મિલન( ડો. હેડગેવાર જન્મશતાબ્દી સમિતિ રાજકોટ)
13 એપ્રિલ ના દિવસે ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ રાજકોટ શહેર વિસ્તારમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં કામ કરનાર તબીબો, કાર્યકર્તાઓ તથા લાભાન્વિત વસ્તીના પ્રતિનિધિઓ આજે એકત્રિત થયા છીએ.
અહીંયા તબીબી ,સેવા કરનાર સેવકો,પેરામેડિકલ સ્ટાફ તથા કાર્યકર્તા બંધુઓ હાજર છે .આ મેડિકલ કેમ્પોનું આયોજન કરનાર સેવા સંસ્થા ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો તથા આયોજનમાં મદદ થનાર કાર્યકર્તાઓ અને સેવા લેનાર સેવીતજનના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે.
મેડિકલના સેવા કેમ્પોનું નિમિત ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી રહી.13મી એપ્રિલના દિવસે સમગ્ર ગુજરાતમાં સેવા અપેક્ષિત વિસ્તારોમાં આ મેડિકલ કેમ્પો થયા. તેમાં NMO ના સભ્યો, સ્થાનિક ડોક્ટરો,વિશ્વ હિન્દુ પરિષદ ,સેવા ભારતી અને અન્ય એવા કરતા સંગઠનો જોડાયા .ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવન દરમિયાન સમાજના પીડીત ,દલિત ,શોષિત સમાજને મદદરૂપ થવા માટે અનેક પ્રકારે કાર્ય કર્યું .તેમાં સેવા પણ એક મહત્વનો ભાગ હતો. સ્વતંત્રતા ,સમતા અને બંધુતા નો તેમનો સંદેશ સમાજને શિક્ષિત બને, સંગઠિત થાય અને અન્ય સમાજની સમકક્ષ બનાવવાનો રહ્યો . ડૉ. બાબાસાહેબના આ કામમાં અન્ય અનેક સમાજસેવકો જોડાયા હતા. બાબા સાહેબના કાર્યને પૂરક અને તેમનામાંથી પ્રેરણા લે એવું આ મેડિકલનું સેવા કાર્ય રહ્યું છે.
આપણા દેશની અંદર હિન્દુ ધર્મમાં કહેવાય છે કે "જન સેવા એ જ પ્રભુ સેવા "છે ."જીવમાં શિવ" નો ભાવ ધરી સમાજનો એક મંત્ર રહ્યો છે .સેવા હૈ અધિકાર મેરા .રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો એક ગીત પણ ગાતા હોય છે "સેવા હે યજ્ઞ કુંડ સમીધા સમ હમ જલે". સંપૂર્ણ સમાજ સાથે અંગાગી ભાવ ધારણ કરીને સેવા કરવા માટે સંવેદના ,રૂજુતા, કરુણા આત્મીયતા અનેભાતૃભાવની જરૂર હોય છે. અહીં આનંદથી વાત છે કે આ તબીબી કાર્યકર્તાઓ ,તેમના સહાયક ,દાતાઓ અને સ્વયંસેવકો પણ જોડાયા .સ્થાનિક વસ્તીના પ્રતિનિધિઓ વ્યવસ્થામાં ખૂબ ઉપયોગી રહ્યા. આ બધાને ધન્યવાદ આપવા ઘટે .આવા સેવાના કામ માટે જ્યારે આપણે એકત્ર થયા છે ત્યારે સેવા અને સામાજિક પરિવર્તનના થોડા બિંદુઓ યાદ કરીયે.
• ગોપબંધુ નામના એક ઉત્કલ પ્રાંતના મહાનુભાવે પોતાના ગામમાં આવેલા
નદીના પૂરમાં અનેક લોકોને બચાવ્યા અને આવા જ લોકોની સેવા કરવામાં પોતાનો સમય ગયો .પોતાના ઘરે રહેલ પુત્રની તાવની બીમારીમાં સતત મદદ ન કરી શક્યા. સેવા માટે પરિવાર કરતાં પણ સમાજ મોટો છે કે ભાવ આપણને પ્રેરણા આપતો જાય છે.
• નાગાર્જુન શાસ્ત્રી રાજ્ય સ્તરના રસાયણશાસ્ત્રના નિષ્ણાત તરીકે સાક્ષાત્કાર માટે જઈ રહ્યા હતા. તેઓ નિશ્ચિત સમય કરતા મોડા પહોંચ્યા કારણકે રસ્તામાં રહેલ એક બીમાર વૃદ્ધ મહિલા ને તેઓ મદદ કરવા રોકાયા .સાક્ષાત્કારમાં મોડા પહોંચેલા પરંતુ સેવાને પોતાની કારકિર્દી કરતા વધારે મહત્વ આપનાર નાગાર્જુન શાસ્ત્રીની રસાયણશાસ્ત્રી તરીકે રાજ્યમાં નિમણૂક થઈ હતી. સેવાનું આવું અનેરું મહત્વ છે .
• સ્વામી વિવેકાનંદ પણ જ્યારે પરિવ્રાજક તરીકે ફરતા હતા ત્યારે એક નદી કિનારે વૃદ્ધ ઝાડા ઉલટી ના ગંદકીમાં સબળતા અને માખીઓથી ઘેરાયેલા વાતાવરણમાં હતા. ત્યારે તેમણે જાતે નદીના પાણીથી તેમને સ્વચ્છ કરી પોતાના યજમાન ના ઘરે લઈ જઈને તેઓ ઠીક ન થયા ત્યાં સુધી પોતે સેવા કરી હતી .વિવેકાનંદનો પણ મંત્ર હતો" દર્દી નારાયણ ભવ"
• આયુર્વેદના શાસ્ત્રોમાં ઝંડુ વૈદ્યનું નામ બહુ ગર્વથી લેવાય છે. તેઓ ભોજન કરવા માટે બેઠા હતા. સ્નાન અને અબોટીઓ પહેર્યા પછી ભોજન શરૂ કરે એ પહેલાં જ એક ગૃહસ્થ પોતાના દીકરાને થયેલ કોલેરા માટે ઘરે આવવા વિનંતી કરે છે .ત્યારે પોતાનું ભોજન અધૂરું છોડીને દર્દીને માટે નીકળી પડે છે .પત્ની કહે છે કે તમને જમતા વાર નથી લાગતી અને બહાર જશો તો ફરી સ્નાન અને વસ્ત્ર પરિધાન કરવું પડશે .પરંતુ તેની ચિંતા કર્યા વગર દર્દીનું મહત્વ અને તાત્કાલિક સેવાની જરૂરિયાતને ઓળખનાર ઝંડુ વૈદ્ય આપણા માટે પ્રેરણા પુરુષ છે .
• મહાત્મા ગાંધીજી પણ સાબરમતી આશ્રમમાં રહેતા હતા ત્યારે પોતાના અંગત સેવકોમાં રહેલા એક તબીબ ને ચામડીના ડોક્ટર તરીકે એક દર્દીને જ્યારે રોગ માટેની સલાહ આપે છે ત્યારે દવાની સાથે છાશ પીવાનું કહે છે. પરંતુ આર્થિક સ્થિતિના કારણે દર્દી છાસ નથી પી શકતો .એ માહિતી મળતા મહાત્મા ગાંધીજીએ તબીબને કહ્યું હતું આ વ્યવસ્થા પણ તમારે કરવી પડે. આમ દર્દીના દરેક પહેલુ નો વિચાર કરવો એ એક આવશ્યકતા હોય છે .
• મહાત્મા ગાંધીજી પણ અંગ્રેજો સાથે સ્વતંત્રતામાં સતા પરત સોંપવાની જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે પોતાના દિનચર્યામાં રક્તપિતની સેવા કરવા માટે તેઓ વચ્ચે રજા રાખે છે .દર્દીની સારવારનું આ એક મહત્વ છે .
• હિંમતનગર પાસે સુરેશ સોની રક્તપિતના દર્દીઓમાં સહયોગ સંસ્થા દ્વારા ખૂબ મોટું સેવા યજ્ઞ કરી રહ્યા છે .દર્દીને પગભર કરવા માટે પણ એમનો પરિશ્રમ વંદનીય છે .
• આપણી આસપાસ મહુવાની સદભાવના હોસ્પિટલ કે સ્વામી નિર્દોષાનંદની ટીંબી ની હોસ્પિટલ તથા આપણા જ કેટલાય તબીબો આવા સેવા કાર્ય કરે છે .વિદેશથી અન્ય ધર્મની વ્યક્તિને સંપૂર્ણ સારવાર કરી પરત ઘરે મોકલનાર આપણી વચ્ચે છે .ડોક્ટર અશોક કરાવ કુકડે જેવા પોતાનું મોટું શહેર છોડીને મહારાષ્ટ્રના લાતુર જેવા મેડિકલ સેવાથી વંચિત વિસ્તારમાં જઈને હોસ્પિટલ શરૂ કરે છે .
• આજે જ્યારે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં મેડિકલ એથિક્સની ચર્ચા થાય છે ત્યારે આવા વિચારના તબીબો એ સુસંસ્કારિત સ્વાસ્થ્ય સેવાનો વિચાર અને અમલ કરે છે.
• ગુજરાતના ધરતીકંપ પછી ભચાઉમાં ટેમ્પરરી હોસ્પિટલ માં છ મહિના સુધી, સુરતમાં પ્લેગની બીમારી વખતે ,ઉત્તર ગુજરાતના ઝેરી મેલેરિયા અને અન્ય આવી જ્યારે સ્વાસ્થ્યની ઇમરજન્સીઓ આવે ત્યારે તબીબો ખડે પગે સેવા આપતા હોય છે .તેવો ખરેખર ધન્યવાદને પાત્ર છે
• સેવા કરવાનો હેતુ ફક્ત પુણ્ય કમાવાનો ન રહેતા સેવા લેનાર સેવિત જન પણ સેવા કરનાર બને તે હેતુ હોવો જોઈએ. ગોવિંદ કાત્રે નામના એક કાર્યકર્તાએ પરમ પૂજ્ય ગુરુજી ની સલાહ અનુસાર ખ્રિસ્તી મિશનરીના રક્તપિત સેવા કેન્દ્રમાં પોતાની સારવાર લઈને સારી સારવાર કેમ થઈ શકે તે માટે પોતે જ રક્તપીત સેવા કેન્દ્ર શરૂ કર્યું જેની પાછળનો હેતુ સેવાથી રાષ્ટ્રીય વ્યક્તિ નિર્માણ થાય નહીં કે ધર્મ પરિવર્તન કરાવવું.
• ઘણી સેવા વસ્તીઓને સેવા કરનાર કાર્યકર્તાઓએ દત્તક લેવી જોઈએ. હવે રોટી કપડા અને મકાનની સાથે શિક્ષણ અને સ્વાસ્થ્યનું પણ મહત્વ છે.
• સેવા લેનાર સેવિત જન પણ જાગ્રત બને તે મહત્વનુ છે. રોગ થયા પછીની સારવાર લેવા કરતા રોગ કેમ ન થાય તે માટેની દિનચર્યા, સ્વચ્છ પીવાનું પાણી, સ્વચ્છતા ના નિયમો ,ગંદકીથી દૂર રહેવું વગેરે સામાન્ય બાબતો
શીખીને અમલ કરવા જવું છે. આમ કરવાથી સ્વાસ્થ્ય માટે થતો ખર્ચ અને માંદગી માટે રજા ના દિવસો પણ ઓછા થઈ શકે છે.
• સમાજ માટે અંગાગી ભાવ નિર્માણ થાય તેમગ પાંચ ઋણ માંથી સમાજ ઋણ ચૂકવવા માટે આવા સેવા કર્યો થતા રહે તેવી અભ્યર્થના.

Comments
Post a Comment