પૂ મોરારીબાપુની રામકથા- સોનગઢ માર્ચ ૧૦, ૨૦૨૫
• પૂજ્ય મોરારીબાપુની ડાંગ વિસ્તારમાં સોનગઢ મુકામે રામકથા થઇ. ૨૦૦૫ ની સાલમાં પૂજ્ય મોરારીબાપુ એ શબરીધામ (સુબીર)સ્થાને રામકથા કરી હતી. ત્યારે ત્યાંના જનજાતિય લોકો _આદિવાસી બંધુઓને કથામાં સૌથી આગળ બેસાડતા અને કહેતા તમે તો મા શબરીના વંશજો છો કે જેમના ઘરે ભગવાન રામ આવ્યા હતા. કથાના અંતે મોરારીબાપુએ આહવાન કર્યુકે અહીંયા એક શબરી કુંભ થઈ જાય .રાષ્ટ્રીય અને સામાજિક કામ કરતા અનેક કાર્યકર્તાઓ ,વનવાસી કલ્યાણ આશ્રમ, ધર્મજાગરણ અને શ્રદ્ધા જાગરણના કાર્યકર્તાઓ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકોએ બાપુનું આ આહવાન ઉપાડી લીધું. 2006 ની સાલમાં ત્યાં ખૂબ મોટો શબરી કુંભ થયો .મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના વનવાસી વિસ્તારના બંધુઓ ખૂબ મોટી સંખ્યામાં ત્રણ દિવસ શબરી કુંભમાં હાજર રહ્યા . પૂ શંકરાચાર્ય અનેક સાધુ સંતો ને ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી મા.નરેન્દ્રભાઈ મોદી પણ તેમાં ઉપસ્થિત રહ્યા .આ શબરી કુંભના કારણે આ વિસ્તારમાં હિન્દુત્વનું વાતાવરણ દ્રઢ બન્યું. ધર્માંતરણ કરેલા અનેક લોકોએ પોતાના મૂળ સનાતન ધર્મમાં પરત કર્યા. એટલું જ નહીં પરંતુ ખરેખર રામ ,હનુમાનજી મહારાજ અને શબરીના ભક્તિ ફરી વળી .ફરી...