કારગીલ વિજય સ્મૃતિદિન-સુખપર દિ ૨૬.૭.૨૫

 


કારગીલ વિજય સ્મૃતિદિન (સુખપર )દિનાંક 26 .7 .25 

...........

  ધર જાતા ધર્રમ પલટતા ને ત્રિયાય પડંત જોને તાપ

       વો તીનુ અવસર મરણરા કોણ રંક ને કોણ રાવ

 ધર્મની રક્ષા, સ્ત્રીની રક્ષા, ગૌરક્ષા અને ભારતમાતાની રક્ષા માટે આ દેશની પ્રજા હરહંમેશ તૈયાર હોય છે.પછી ભલે તે રાજા હોય કે રંક..

      આવો જ પ્રસંગ ભારતમાતાની ધરતી પર બન્યો .આપણીજ ધરતી માંથી છૂટા પડેલ પડોશી પણ દુશ્મન બની બેઠેલ દેશ એટલે કે ધર્માંધ પાકિસ્તાન પોતાની મેલી મુરાદ બર લાવવા માટે 1965 અને 71 ના યુદ્ધમાં મરણતોલ માર ખાધા પછી પણ ન સુધરતાં ૧૯૯૯ માંભારતમાતાના પનોતા  પુત્ર અટલબિહારી બાજપાઈના શાસન વખતે છુપાઇને કારગીલ વિસ્તાર સર કરવાનો પ્રયત્ન કરે છે .

        ભારતની સૈન્ય શક્તિ, શાસનની દ્રઢતા, પ્રજાની ખુમારી અને ભારત માતાનાઆશીર્વાદથી આ યુદ્ધની અંદર પાકિસ્તાન નાલેશી ભરી હાર પામી પરોઠ ના પગલાં ભરે છે.અને ભારતનો વિજય થાય છે

       આ કારગીલ વિજયના દિનની સ્મૃતિમાં આજે સુખપર ગામે પોતાના બલિદાનઆપનાર શૂરવીર દેશભક્તોને સ્મરણાંજલિ આપવા ,સીમામાં વસતા લોકોની પ્રત્યક્ષ અને પરોક્ષ આ યુદ્ધના સમયમાં મદદ કરનારને સન્માન કરવા, આવનાર નવી પેઢીને આવા સુરક્ષાના પ્રસંગ માટે જરૂર પડીએ તૈયાર રહેવા માટેની  હાકલ કરવા માટે આજે આપણે સૌએકત્ર થયા છીએ.

          ભારતની પ્રજા એ કાશ્મીર હોય કે અરુણાચલ ,બંગાળ હોય કે આસામ કે આપણુંગુજરાતનું કચ્છ ક્યારેય આવા પ્રસંગોએ પાછી પાની કરી નથી. સૈન્ય શક્તિની મદદ કરવામાટે કિસાન સંઘ, સુખપર ,માનુકુવા , જીયાપર તથા આજુબાજુના અન્ય ગામોની એક દુર્ગાશક્તિ અને ખેડૂત મિત્રો પોતાની જાનની પણ પરવા કર્યા વગર દેશભક્તિનું ઉમદા ઉદાહરણપૂરું પાડ્યું જેને સત્કારવા સ્મરણ કરવા ભેગા થયા છીએ .

        કચ્છની ધરતી એટલે સૂકી ધરતી ,કાયમ માટે સફેદ રણ અને દલદલ લથપથ,ધૂળની ડમરીઓ ઉડતી હોય એવા વાતાવરણ અંદર જ્યારે જવાનો બંદૂકની વારંવારધૂળથી સાફ કરી ,ધોમ ધખતા તાપમાં પણ સતત ઉભા રહે અને ભારતમાતાની સીમાની રક્ષા કરતા હોય .ત્યારે આપણે તેમની મદદ કરવામાંકેમ ઉણા ઉતરીએ? આવા જ આશયથી કારગિલના યુદ્ધ વખતે મદદ કરવા માટે સરહદસુધી પાણી પહોંચાડવાનું જરૂરી બને છે. પાણીની પાઇપ બીછાવવાનું આ કામ જે ઝડપે ,ત્વરા ,ગતિથી.કરવું પડે એ માટે 300 થી વધારે કામે લાગેલા આજુબાજુના એ કિસાનસંઘઅને  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયં સેવકો મહિલા દુર્ગા શક્તિ સાથે કામે લાગી. કશી જ ખેવના નહીં કોઈ જ વળતર કે સત્કારની અપેક્ષા નહીં .એ કિસાન સંઘના વેલજીભાઇ ભુરીયા હોય કે એ આપણા સુખપર માનકુવા જીયાપર ધન્ય ગામોની પ્રજીશકતિ હોય. સીમામાં આવા વસતા દેશભક્તિ યુક્ત એ કાર્યકર્તાઓએ કરેલ મદદની આજેસ્મરણ કરતા આપણી છાતી ગજગજ ફૂલી જાય છે.

         યાદ કરો એ યુદ્ધની પરિસ્થિતિ ત્યારે કોટડા ચકારમાં નીકળેલી બાળકોની રેલીબોલતી હતી પાકિસ્તાન ખતમ કરો ,હિન્દુસ્તાન અમર રહો અને “નન્હા મુના રાહી હું દેશ કાસિપાહી હુ.” જન્મભૂમિ પત્ર હોય ,દેશભક્ત નાગરિકો હોય ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદહોય કે , RSS કાર્યકર્તા,  સંઘના અધિકારીઓ હોય બધા જ , સંતો મહંતો ,મંદિરો, દેશભક્ત નાગરિકો સાધુ-સંતો , વિવિધ સંસ્થાઓએ આ સમયે તન મનને ધનથી મદદ કરી.ત્યારે સરહદ પર પાણીની લાઈન બિછાવા જેવું પરિશ્રમનું કાર્ય જેમણે કહ્યું એને આજેઆપણે યાદ કરીએ છીએ .

         ભારતના લોકો જ્યારે જ્યારે ભારત માતા માથે આપતી આવે ત્યારે ખડે પગે તૈયારરહીને દેશની રક્ષા કરી છે

1. ભારત પાકિસ્તાનના ભાગલા વખતે કાશ્મીરમાં કબાયલી રૂપમાં ઘૂસેલા પાકિસ્તાનીસૈન્ય ને હટાવવામાં

2. શ્રીનગર ની હવાઈ પટ્ટીને નુકસાન પામ્યા પછી તરત જ તૈયાર કરવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયંસેવકોની જમ્મુ કશ્મીરમાં મદદ .

3. કચ્છના ભુજ ની હવાઈ પટ્ટી ૧૯૭૧ના યુદ્ધ વખતે તૈયાર કરનાર માધાપર અને એવિસ્તારની સહુ આપણી મહિલા શક્તિ

4. જલગાવ પાસે ફૈઝપુરના કોંગ્રેસ અધિવેશનમાં ૮૦  ફૂટના ઊંચા વાંસ ઉપર નહેરુજી દ્વારા ફરકાવેલ ગયેલ પરંતુ વચ્ચેજ અટકેલ રાષ્ટ્રધ્વજને ઠીક કરવા માટે ઊંચે ચણનાર કિશનસિંહ રાજપુત

5. બાંગ્લાદેશના નિર્માણ વખતે પૂર્વ બંગાળની અંદર રાયગંજ ચોકી પાસે દુશ્મનઆર્મીની ભારત તરફ આવતી શક્તિ વચ્ચે બીએસએફના જવાનોને મદદ કરવા બારુદનીપેટી ઉઠાવવા માટે પોતાની જાન ગુમાવનાર બારમા ધોરણમાં ભણતો ચેકા મૂર્મુ નામનોશાખાનો મુખ્ય શિક્ષક હોય.

6. ભારત પાકિસ્તાનના વિવિધ યુદ્ધ વખતે સરહદ ઉપર સૈનિકોને બધી જાતનીસગવડતાઓ પૂરી પાડવી કે કેન્ટીન ચલાવનાર સર્વે પ્રજાજનો

આ બધી જ સમાજની શક્તિ, સૈન્ય શક્તિ ,સંતોના આશીર્વાદ અને શાસકોના દ્રઢમનને કારણે ભારત આજે દુનિયાભરમાં માથું ઊંચું કરીને ઊભું છે.

       સીમા જાગરણ.મંચ આવા જ સીમા વિસ્તારમાં અનેક કાર્યો દ્વારા સીમાવર્તી વિસ્તારનીઅંદર રહેલા લોકોની જાગૃતિ પ્રશિક્ષણ અને લોક કલ્યાણ કરવા માટે કામ કરી રહેલ છે

 (૧) યુવાનોને પોલીસ બીએસએફ અને લશ્કર જેવા સુરક્ષાના કાર્યમાં જોડાવા માટેપ્રશિક્ષણ વર્ગો ચલાવે છે ,

(૨) સીમાવર્તી વિસ્તારની અંદર શિક્ષણ સ્વાસ્થ્ય અને સેવાના પ્રકલ્પો ચલાવવા તથા સંસ્કારયુક્ત સંગઠનના કામો કરવા માટે  તૈયાર કરવા

 (૩) સરહદી વિસ્તારના લોકોને જરૂર પડીએ અનેક લોક કલ્યાણના કામોમાં મદદ કરે છે

 (૪) સરહદ કો પ્રણામ જેવા કાર્યક્રમોથી સરહદ થી દૂર વસતા ભારતના પ્રજાજનોનેસરહદની સાથે દેશભક્તિની સાથે સરહદમાં વસતા લોકોને સાથે જોડવાનું કામ કરે છે

 (૫) દેશની સીમાઓ પ્રત્યેનો પ્રેમ ભાવ વધારી દેશ પ્રેમની જાગૃતિ સતત ચાલતીરાખવામાં મદદ કરે છે

 (૬) સીમાની રક્ષા કરતા બીએસએફ જવાનોને પારિવારિક પ્રેમ રક્ષાબંધનની દિવાળીમાંમળીને આનંદની અનુભૂતિ કરાવે છે (૭)જરૂર પડી એ સીમાવતી સુરક્ષા બળોને જરુરી  વસ્તુઓની સહાય માટે પણહંમેશા તૈયાર રહે

 (૮) સીમા વિસ્તારમાં ચાલતી અરાષ્ટ્રીય ગતિવિધિની યોગ્ય જાણકારી મેળવવીઅને જરૂર પડ્યે યોગ્ય સ્થળે પહોંચાડવાનું કામ કરી સુરક્ષા કર્મીઓને મદદ કરે છે

 (૯) શાસન અને પ્રજા વચ્ચેના સંકલન અને સમન્વયનું કામ કરે છે

    કહેવાય છે મહાભારતમાં ભીષ્મપિતામહે કહ્યું છે કે “સીમાઓ માતાના વસ્ત્રો સમાનપવિત્ર છે એની રક્ષા કરવાની આપણી ફરજ છે”

 

 "શિયાળે સોરઠ ભલો 

ઉનાળે ગુજરાત 

ચોમાસે પેલો વાગડ ભલો 

ને કચ્છડોબારેમાસ "

 એવી કચ્છની ધરતી પર સુખપર જેવા સમરસ ,સમૃદ્ધ અને દેશભક્ત ગામના આપણે એકત્ર થયા છીએ , બધાજ ગામો આવા બની રહે.

 પ્રજાની અને રાષ્ટ્રની  સેવા કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આપણી સાથે આશીર્વાદ આપવા હાજર છે

      મીઠા માડુ અને મીઠી ભાષા આવો કચ્છનો વિસ્તાર હોય. ચાલો ત્યારે દેશભક્તિ માટે તૈયાર રહે

       કવિ દાદ કહે છે કે દેશભક્તિનું મહત્વ કેવું છે એક પથ્થર પોતાને ઘડતા ઘડવેયા નેકહે છે કે મારે દેશભક્તિ માટેનું કેવું સ્વપ્ન છે

“ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું

જેના ધડ ધીંગાણે અને માથા મસાણે

તેના પાળીયા થઈને પૂજાવુ

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું”

Comments

Popular posts from this blog

નિવૃતિ એટલે શું? વાનપ્રસ્થ માં અપેક્ષા

સેવા મિલન( ડો. હેડગેવાર જન્મશતાબ્દી સમિતિ રાજકોટ)

સંવિધાન દિન - સંવિધાનની સાર્થકતા અને ડો બાબાસાહેબ આંબેડકરનુ સંવિધાન સભા સમક્ષ અંતિમ ભાષણ (તા. ૨૬.૧૧.૨૦૨૫)