હેમચંદાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ વિદ્યાલય , પાટણ દીનાંક ૨૫.૭.૨૫

 



હેમચંદાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ વિદ્યાલય , પાટણ દીનાંક ૨૫.૭.૨૫

.......................

આજના આ વિશેષ ડી લીટ પદવી અર્પણ પ્રસંગે

ઉપસ્થિત

ગુજરાતના મહા મહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

યુનિ ના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરભાઈ પોરિયા 

રજિસ્ટર શ્રી રોહિતકુમાર

જેમણે માનદ પદવી થી સન્માનિત કર્યા પ્રો કપિલ કપૂરજી, પ્રો ઇન્દુમતીબેન

તથા ઉપસ્થિત સૌવિદ્વત જનો 

• આજે જ્યારે બંને વિદ્વાનોને સન્માન અર્પણ થયું છે ત્યારે તેમના વિશે જાણ્યા પછી થોડી વાતો તેમનું મહત્વપૂર્ણ કાર્ય એટલે શિક્ષણ અને ભારતીયતાના સંસ્કારની આ પ્રસંગે વાત કરવાની ઈચ્છા થાય છે .

ભારતીય સંસ્કારો નું શું મહત્વ છે એ યાદ કરાવતા મારે કહેવું પડે આદરણીય મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રતજી જ્યારે ગુજરાતમાં રાજ્યપાલ તરીકે પધાર્યા ત્યારે તેમણે શપથ સંસ્કૃત ભાષામાં લીધા એટલું જ નહીં પરંતુ રાજ્યપાલ ભવનમાં પ્રવેશ કરતા પહેલા યજ્ઞ પણ કર્યો આ જ દર્શાવે છે કે કોઈપણ વિષયમાં ભારતીય સંસ્કૃતિનું શું મહત્વ છે. 

• આપણે કેળવણી શિક્ષણ અને વિદ્યા ત્રણેયનો તફાવત ભૂલી ગયા છીએ . કેળવણી માટે કોઈ શિક્ષણ સંસ્થાની પણ જરૂર નથી અને જુના સમયમાં આપણે ત્યાં આ સર્વજનક સુલભ હતી. શિક્ષણની વિધિવત યાત્રા અક્ષર જ્ઞાનથી આરંભભાઈ છે શ્રવણ કથન વાંચન અને લેખન એના પગથિયા છે માતૃભાષા થી શરૂ કરી અન્ય ભાષાઓ તરફની યાત્રા એ પ્રગતિની સીડી છે જ્યારે વિદ્યા એ કેળવણીના મૂળ ઉપર ઉગેલ શિક્ષણના ઝાડ નું ફળ છે વિદ્યાના અનેક વિષય હોઈ શકે પરંતુ શા વિદ્યાલય અભિમુખ થઈ એ મહત્વનું છે ધર્મ અર્થ કામ અને મોક્ષના સાર્થ ને જીવનમાં નિભાવવામાં તેનો મહત્તમ સહયોગ હોય છે
• વ્યક્તિના જન્મથી સૌથી પ્રથમ કેળવણી કે પ્રાથમિક શિક્ષણ પરિવારમાં શરૂ થાય છે અને આ વિષય લઈને ઇન્દુમતી બેન ખૂબ જ પ્રયત્નશીલ છે અને તેમનું પુનરુથન વિદ્યાપીઠ પણ આ વિષયને ખૂબ જ મહત્વ આપે છે. 

 

પરિવાર પ્રબોધન જેવું પુસ્તક પણ એમણે આ વિષયમાં લખ્યું છે 

• આજે આ પ્રસંગે બંને મહાનુભાવોને સન્માનતા આપણે એક બોધ પણ લેવાનો છે કે શિક્ષણ અને નૈતિકતા સાથે સાથે ચાલે છે .બંનેને જો છૂટા પાડશો તો સમાજ સંસ્કૃતિ અને રાષ્ટ્ર ની અવગતિ થતા વાર નહીં લાગે અને તે અન્ય દેશોનો અનુભવ છે 
• ભારતીય મૂલ્યો વગરનું શિક્ષણ એ ફક્ત જ્ઞાન છે .માહિતીનું જ્ઞાન છે .અને એટલા માટે જ કહેવું પડ્યું કે ગીતાનો સમાવેશ શિક્ષણમાં કરો .
• શિક્ષણના કાર્યમાં જોડાયેલ દરેક વ્યક્તિ ને આપણે ભારતીય ભાષામાં આચાર્ય કહે છે આચાર્ય નો અર્થ થાય છે જે પોતાના આચરણથી શીખવવાનો પ્રયત્ન કરે છે અને આ જ આચાર્યનો શું ધર્મ હોઈ શકે ?હાલના આપણા વડાપ્રધાન માન નરેન્દ્રભાઈ મોદી એક વખત જેવો હજી રાજકીય ક્ષેત્રમાં જોડાયા હતા ત્યારે એક શિક્ષકોના કાર્યક્રમમાં તેમણે દરેક વિષયના આચાર્યોએ પોતાના વિષયમાં રાષ્ટ્ર અને  ધર્મને કઈ રીતે જોડવા જોઈએ એ વિષય લઈને એક વ્યાખ્યાન આપ્યું હતું જે આચાર્ય ધર્મ તરીકે પ્રખ્યાત છે સો એ શોધીને વાંચવું જોઈએ. 
• મને એ લાગે છે કે શિક્ષણના કાર્યમાં રહેલ યોગ્ય વ્યક્તિ નું પ્રમાણ અને ગુણવતા ઘટતા ન જાય તેની ચિંતા સૌએ કરવી પડશે. આ માટેનો પ્રયત્ન કોણ કરે ? મને યાદ છે ઇન્દુમતી બેન જ્યારે અમારા શૈક્ષણિક સંકુલમાં આવી અને બધા આચાર્યોને બેઠક લેતા અત્યારે પૂછતા કે તમે વિદ્યાર્થીઓમાં પૂછો છો ત્યારે કેટલા લોકો એમ કહે છે કે હું શિક્ષક કે આચાર્ય બનીશ ? શું દરેક મા-બાપ ઈચ્છે છે ખરા?
• ફક્ત માહિતીનું જ્ઞાન ટેકનોલોજી કે સ્કિલ વધવાથી વ્યક્તિ યોગ્ય બને છે તે કહેવું મુશ્કેલ છે. કોઈએ કહ્યું છે કે when skill and technology increases ethics and moral value decreases
• આપણે આશા રાખીએ કે નવી શિક્ષણ પદ્ધતિ દ્વારા વ્યક્તિના સમગ્ર લક્ષી વિકાસ થાય અને Holistic education પંચકોશિય શિક્ષણ મળતું થાય .
• ખાસ તો અત્યારે શિક્ષણમાં ધર્મ અને ધર્મમાં શિક્ષણની જરૂર છે. અહીંયા ધર્મ એટલે હું કર્તવ્ય અને ગુણધર્મ એ ગણું છું . પરંતુ સેક્યુલર શબ્દ આપણે ત્યાં પ્રચલિત થવા થી ધર્મની ઘણી જગ્યાએ બાદબાકી થતી જોવા મળે છે .ચેતવું રહ્યું

 

• Golden Buddha: આપણું કાર્ય એ સુવર્ણથી ઢંકાયેલ ભગવાન બુદ્ધની મૂર્તિ ઉપર ચડેલા માટીના આવરણને દૂર કરવાનો છે અને મને આનંદ છે કે આજે આવી બે મહાન વિભૂતિઓ આજે આપણી વચ્ચે છે એમાંથી સૌ પ્રેરણા લઈએ

Comments

Popular posts from this blog

નિવૃતિ એટલે શું? વાનપ્રસ્થ માં અપેક્ષા

સેવા મિલન( ડો. હેડગેવાર જન્મશતાબ્દી સમિતિ રાજકોટ)

સંવિધાન દિન - સંવિધાનની સાર્થકતા અને ડો બાબાસાહેબ આંબેડકરનુ સંવિધાન સભા સમક્ષ અંતિમ ભાષણ (તા. ૨૬.૧૧.૨૦૨૫)