સાચી સંપતિ- ડો નિમિત ઓઝા
સાચી સંપત્તિ શું છે
નાણા સિવાય અન્ય ચાર પ્રકારની સંપત્તિ છે
Blum નામના લેખકે લખ્યું છે કે There are five types of wealth.
(૧) સમય:
• ધનવાન પાસે પણ સમય નથી તો તે દરિદ્ર છે
• તમારી માલિકીનો સમય છે તો તમે સમૃદ્ધ છો
• પોતાના સમયની સંપૂર્ણ માલિકી એટલે સમૃદ્ધિ
• ગમતા લોકો સાથે ગમે ત્યાં સુધી પ્રવૃત્તિ કરવાની લક્ઝરી એ સમૃદ્ધિ છે
(૨) સ્નેહિઓ: સામાજિક
• તેનું મૂલ્યાંકન સંખ્યાથી નથી થતું ઊંડાણથી થાય છે
• સ્નેહીઓ ની સંખ્યા. મિત્રો સગા ના ટોળાથી નહીં
• મર્યાદિત સંબંધોમાં રહેલી આત્મ્યતાથી સ્નેહીઓનું મૂલ્યાંકન થાય છે
• નાણા દ્વારા ખરીદી શકાતી સગવડ અને સુવિધા નો આનંદ પ્રિયજનોની હાજરીમાં જ થાય છે
• ભેગું કરેલું એકલી હાથે ભોગવી નથી શકાતું
• કોઈની સાથે વિતાવેલી ક્ષણો યાદગાર રહેતી હોય છે
• અર્થપૂર્ણ જોડાણ અને સામાજિક કડીઓ એ સમૃદ્ધિ છે તેનાથી એકંદરે સુખ વધે છે
(૩) માનસિક સ્વાસ્થ્ય: mental health
• અમીર ખિસ્સા કરતા શાંત મનનું આયુષ્ય વધારે હોય છે
• તેને કોઈ છીનવી નથી શકતો
• અજંપા અધીરાય અસંતોષ વગર જ્યાં છીએ તેનાથી રાજી રહેવું એ સર્વોચ્ચ સમૃદ્ધિ છે
• વશાંત મન એ દરિદ્રતા છે
• સફળ અને ધનવાન શરીરમાં દુઃખી મન એ સમૃદ્ધિ નથી
• શાંત મન સૌથી મોટો વૈભવ છે
• પુસ્તક વાંચન પ્રવાસ અને મેડીટેશન કરનાર ધનવાન છે
• નવું પામવાનું સ્ટેશનરે અને પામેલ ગુમાવવાનો ભય ના રહે તે સમૃદ્ધ ચિતની નિશાની છે
(૪) શારીરિક સ્વસ્થતા, physical health
• નિરોગી શરીર સૌથી મૂલ્યવાન સંપત્તિ છે
• બીમાર ને જોઈને ખબર પડે કે સ્વસ્થ રહેવું એ સૌથી મોટા આશીર્વાદ છે
• એક પણ બીમારી સ્વાસ્થ્ય અને જીવનને બરબાદ કરી શકે છે
• શારીરિક આરોગ્ય વગર અન્ય કોઈ સંપત્તિનો આનંદ માણવો મુશ્કેલ છે
(૫) નાણાકીય સંપતિ , financial wealth
• રૂપિયાથી સુખ નથી ખરીદી શકાતું પરંતુ ગરીબીનું દુઃખ ચોક્કસ ટાળી શકાય છે
• રૂપિયાની ચિંતા વગર રાત્રે શાંતિથી સૂઈ શકું એ ખરી નાણાકીય સમૃદ્ધિ છે
• Earn, save , invest, repeat, wealth is a process, it's not a luck.
• રાતોરાત થતી ઘટના એ નાણાકીય સંપતિ ઉત્પન કરતી નથી
• બેન્ક એકાઉન્ટ ભલે છલકાતું હોય જીવનમાં ખાલી પો ગરીબી જ છે
• આર્થિક સ્વતંત્રતાનો ઉદ્દેશ ફક્ત નાણા કમાવવાનો નથી વિકલ્પો પણ કમાવવા જોઈએ
• ઈચ્છા મરજી પ્રમાણે જીવન જીવી શકું એ સમૃદ્ધિ છે
• જીવનમાં કશું ફરજિયાત કર્યા વગર આર્થિક કમાણી એ શ્રેષ્ઠ છે
• ખરી સમૃદ્ધિ સંખ્યામાં નહીં સંતુલનમાં છે
• સમય સંબંધો શાંતિ અને સ્વાસ્થ્યની બાબતમાં સમૃદ્ધ હોવા જોઈએ તો જ સર્વાંગી સમૃદ્ધિ કહેવાય
• ધન મેળવવા બાકીના ચાર સંપત્તિ ગુમાવવી પડે તો એ બહુ મોડેથી સમજાય છે
• નાદારી નોંધાવેલા મન સમય અને સંબંધો ક્યારેય નાણાથી માણી શકાતા નથી
• બેન્ક એકાઉન્ટ આંકડા ફક્ત સમૃદ્ધિ નથી સંતુલિત અને સમૃદ્ધ સંબંધવાળું જીવન એ જ સાચી સમૃદ્ધિ છે
•

Comments
Post a Comment