નૂતન છાત્ર અભિવાદન: મોરબી GMERS કોલેજ : તા ૧૦.૧૦.૨૦૨૫


નૂતન છાત્ર અભિવાદન: મોરબી GMERS કોલેજ : તા ૧૦.૧૦.૨૦૨૫

_________

• આપણી પરંપરા નૂતન છાત્ર અભિવાદન છે ,નહીં કે પરંપરાગત ચાલતી ખોટી પદ્ધતિ એટલે કે રેગિંગ 

• વિશેષતા વાળા મોરબી શહેરમાં આપ સૌનું સ્વાગત છે મોરબી એટલે સીરેમિક સીટી ,ઘડિયાળોનું શહેર ,

• તમે સમાજના બુદ્ધિ યુક્ત ક્રીમ વિદ્યાર્થીઓ છો .પોતાની ઘણી મહેનત અને પરિશ્રમ કરીને આ સ્થાને પહોંચ્યા છો .

• સ્વામી વિવેકાનંદના મતે સન્યાસી, શિક્ષક અને વૈદ્ય એટલે કે ડોક્ટર ત્રણ મહત્વના સમાજના અંગો છે .તે માંહેના એક એટલે તમે ડોક્ટર બનવાના શિક્ષણમાં જોડાયા છો .

• ચરક શપથ આપણને તબીબી છાત્ર અને તબીબી વ્યવસાયના ઉમદા ગુણોનું માર્ગદર્શન આપે છે.

• White coat ceremony  ફક્ત સફેદ વસ્ત્ર ની વાત નથી.

• સફેદ રંગ અનેક ગુણો સાથે પવિત્રતાનું પ્રતિક છે . આ વ્યવસાય ની પવિત્રતા જળવાઈ એ માટે પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ. સમાજમાં તબીબી અને સમાજના સામાન્ય લોકો વચ્ચે પડી રહેલી ખાઈનું કારણ તબીબો સામે ethics માં આવેલ ખામીની સામે રહેલી વિવિધ ફરિયાદો છે. ઉદાહરણ ડોક્ટર શરદ ઠાકરનું બસમાં ચડતા ખિસ્સુ કપાયું ત્યારે ડોક્ટરો વિશે લોકોએ કરેલી કટાક્ષ ભરી વાતો .થોડા લોકોના કારણે બહુમતીને લોકો ખોટી નઝરે જોતા થયા છે.

• સફેદ વસ્ત્ર પર પાણી પડે તો પણ તેનો ડાઘ દેખાય છે 

• માતૃભાષા માંથી અભ્યાસ કરીને આવેલાને શરૂઆતમાં થોડી તકલીફ થશે. પરંતુ ધીરે ધીરે ગોઠવાઈ જશે, મેડિકલ માં ભાષા કરતા terminology and જ્ઞાન નું મહત્વ છે , સ્થાનિક ભાષા અને બોલી શીખનાર દર્દીને  નજદીકથી સારી રીતે સમજી શકે છે

• ઇન્દ્રએ નૂયી : વાતો: (૧) હંમેશા વિદ્યાર્થી બન્યા રહો .નવું શીખવાની ધગશ રાખો. (૨)કોઈપણ કામમાં પોતાનું મગજ એટલે કે બુદ્ધિ ,હૃદય એટલે કે ભાવ અને હાથ એટલે કે મહેનત હંમેશા કાર્યરત રાખો. (૩)તમે કયા સ્થાનથી આવ્યા છો તમારા મૂળને કદી ભૂલો નહીં .એટલું જ નહીં પરંતુ 

 

(૪)આજે તમે જે સ્થાને છો તે સ્થાન પર પહોંચવામાં અનેક લોકોનો તમને સહકાર છે એ ન ભૂલવું જોઈએ .માતા પિતાનું ૠણ , આચાર્યનું ઋણ અને સમાજ ૠણ યાદ રાખવું મહત્વનું છે .

• અભ્યાસ દરમિયાન કોઈપણ વિષય નું ટેન્શન અને સ્ટ્રેસ રાખવી જોઈએ નહીં .આપણા વિષયો અને સમસ્યાઓ બીજાની સાથે ચર્ચા કરવી અને વહેંચતા રહેવું જોઈએ .આપણા શિક્ષકો ,પ્રોફેસરો અને અન્ય તબીબોની જરૂર પડે સહાય લેતા જરા પણ શરમાવો નહીં .

• મેડિકલ ના બધા શીખવનાર ટ્યુટર, પ્રોફેસર સર્વને વિનંતી છે વિદ્યાર્થીઓ સાથે મિત્રતા કેળવજો, નામથી યાદ રાખવાનો પ્રયત્ન કરજો ,નાના-મોટા રિસર્ચના કામોમાં એમને જોડવાનો પ્રયત્ન કરજો અને મેડિકલની ટર્મિનોલોજી સામાન્ય વપરાશ અને મનોરંજન સાથે પણ જોડીને મેડિકલનું શાસ્ત્ર બહુ ભારે છે એવો ભાવ નિર્માણ ન થાય એ માટેનો પ્રામાણિક પ્રયત્ન કરવો 

• ડોક્ટર એપીજે અબ્દુલ કલામે પોતાના પુસ્તક Wings of fire માં કહ્યું છે કે When student is there ,teachers appears.જો આપણું પાત્ર સ્વચ્છ હશે તો જ્ઞાન ટકી રહેશે. વ્યસનો અને ચીલા ચાલુ ફેશન અને મોહ થી દૂર રહી અભ્યાસમાં રત રહીએ તો સારું ભવિષ્ય આપણી સામે છે.





Comments

Popular posts from this blog

નિવૃતિ એટલે શું? વાનપ્રસ્થ માં અપેક્ષા

સેવા મિલન( ડો. હેડગેવાર જન્મશતાબ્દી સમિતિ રાજકોટ)

સંવિધાન દિન - સંવિધાનની સાર્થકતા અને ડો બાબાસાહેબ આંબેડકરનુ સંવિધાન સભા સમક્ષ અંતિમ ભાષણ (તા. ૨૬.૧૧.૨૦૨૫)