ભગવાન બિરસા મૂંડા જન્મ જયંતિ-૧૫૦ વર્ષ


 ભગવાન બિરસા મુંડા _ ૧૫૦ જન્મ જયંતિ વર્ષ

બિરસા મુંડા

 

મહાત્મા મુંડા

ભગવાન બિરસા મુંડા

જનજાતિમાં એક મહાન ધર્મ યોદ્ધા, સમાજ સેવક અને ક્રાંતિવીર સ્વાતંત્ર્ય સેનાની 

આજનો દિન જનજાતિ અધિકાર દિન

તેઓ યોદ્ધા નાયક હતા 

જન્મ ૧૫૦ વર્ષ પહેલા: ૧૫ નવે ૧૮૭૫ ઉલિહાતુ ગામ ઝારખંડ

પિતા સંગના મુંડે

માતા કરમી

એક ભાઈ એક બહેન

 

અભ્યાસ: 

• શરૂવાતનું અક્ષર જ્ઞાન ,ગણિત જ્ઞાન જગપાલ નાગ પાસેથી 

• તેઓ ખ્રિસ્તીઓ સામે ઢાલ બનીને રહ્યા 

• પ્રાથમિક અભ્યાસ સલગા ગામમાં 

• વધુ અભ્યાસ માટે માસીના ઘરે ગયા _માસી જોની _ગામ ચાયબાસ _જર્મન વિષય મિશનરી સ્કૂલમાં પ્રવેશ લીધો _પ્રવેશ માટે ખ્રિસ્તી બનવું, બાપિસ્તા કરવું  પડ્યું _ડેવિડ બિરસા નામ રાખવામાં આવ્યું _ ચોટલી કાપી નાખી_ ગોમાંસ ખવડાવ્યું

ખ્રિસ્તી મિશનરી સ્કૂલમાં અભ્યાસ માટે દાખલ થવું પડ્યું. 

• ધર્માંતરણ: પિતા સુગરા મુંડા પર ચોરીનું આક્ષેપ કરી જેલમાં નાખ્યા જેલમાંથી છોડાવવા માટે ધર્માંતરણ  કરાવ્યું નામ રાખ્યું મશીહાદાસ 

• બિરસા મૂંડા શાળામાં શિક્ષક પાદરી નો વિરોધ કર્યો એમનું ધર્મની નિંદા સહન ન કરી પ્રતિકાર કર્યો “ફાધર તમે લોકો જુઠ્ઠા છો ગરીબ બિચારા બાપડા આ   અશિક્ષિત જનજાતિના લોકોનું ધર્માતરણ કરો છો તમે ખ્રિસ્તી પાદરી અને શિક્ષણ તમારી ટોપી એક જ છે .અત્યાચારી અંગ્રેજ ઓફિસર અને પાદરી તમે એક જ છો “

• અંગ્રેજોએ ચા ના બગીચામાં મજૂર તરીકે નોકરી કરતા લોકોનું શોષણ કર્યું. જનજાતિ લોકો જમીનના માલિક હતા એ મજદૂર બન્યા. મનઘડત જંગલના નિયમો અંગ્રેજોએ બનાવ્યા . જનજાતિ ધર્મ પ્રત્યે અંગ્રેજો અપશબ્દ બોલતા હતા .તેમની સ્ત્રીઓ પર બૂરી નજર નાખતા હતા .સ્કૂલમાં બિરસા ને માફી માગવા કહ્યું .એમણે માફી ન માંગી એટલે સ્કૂલમાંથી કાઢી મૂક્યા

ભગવાન બિરસા મુંડા:

• સ્કૂલમાંથી કાઢી મૂક્યા પછી ગામમાં પરત આપ્યા ગામના લોકો દ્વારા સ્વાગત થયું. માતા-પિતા ખ્રિસ્તી ધર્મ છોડી સ્વધર્મમાં પરત આવ્યા અનેક ધર્માંતરિત લોકો પણ સ્વધર્મમાં પાછા ફર્યા 

• તેમને એક ધર્મ યોધ્યા મળ્યા ગુરુ આનંદ પાંડે .1891 માં તેમણે એમની હિન્દુ ધર્મનો અભ્યાસ પુરાણ વેદ ઉપનિષદ રામાયણ મહાભારત ગીતા નો અભ્યાસ કરાવ્યો. ધર્મ દીક્ષા આપી પાદુકા આપી 

• એમના પ્રયત્નો થી અનેક લોકો સ્વધર્મમાં પરત આવ્યા તેઓ મહાત્મા બિરસા કહેવાય 

• ધરતી આબા અને ભગવાન બિરુદ મળ્યુ

• એમણે એક બિરસાઈત નામનો પંથ સ્થાપ્યો જેમાં કહેવામાં આવ્યું “ઈશ્વર એક છે સિંગબોંગ , ગાયની સેવા કરો ,પ્રાણીઓ પ્રત્યે દયા રાખો ,સ્વચ્છ સુઘડ બનો ,ઘરમાં તુલસી રાખો ,વડીલોની સેવા કરો ,કુસંગ ન  કરો, ખ્રિસ્તીની મોહજાળમાં ન ફસાવી, સ્વધર્મ જે શ્રેષ્ઠ છે, પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા રાખો ,સ્વ ધર્મ સંસ્કૃતિ જે તારક છે ,બુધવારે રજા રાખો હળ ન ચલાવો ભગવાનની પૂજા કરો.સંપીને રહો”

સમાજસેવા 

• તેઓ તેજસ્વી હતા અને કળાઓમાં નિપુણ,વાંસળી વગાડી જાણતા

• વનવાસીઓની જડીબુટ્ટીઓ જ્ઞાન હતું અને અનેક લોકોને સારવાર માટેનો ઉપયોગ કર્યો ચલકત ગામે આશ્રમ બનાવ્યો જે આગળ જતા ક્રાંતિ ગઢ બન્યો અંધશ્રદ્ધા કુરિવાજો છોડવા માટે લોકોને તૈયાર કર્યા વ્યસન મુક્ત બનાવી અનેક લોકો તેના અનુયાયી બન્યા

સ્વાત્રત્ય સેનાની

• 25 ઓગસ્ટ 1895 અંગ્રેજોએ ધરપકડ કરી હજારીબાગ જેલમાં નાખ્યા

• 30 નવેમ્બર 1897 જેલમાંથી મુક્તિ

• 1899 અંગ્રેજોના દમન પ્રતિ આંદોલન 

• 3 ફેબ્રુઆરી 1900 ફરી  ધરપકડ

• 9 જૂન 1983 જેલમાં મૃત્યુ

અંગ્રેજો ગોરા સામે તેમણે સંઘર્ષ કર્યો એનું નામ આપ્યું 

 • ઉલ ગુલાન  (જળ જમીન અને જંગલ) નો આંદોલન 

• અબુઆ દિશુમ અબુઆ રાજ (આપણો દેશ આપણો રાજ )એમનો શંખનાદ હતો 

• અંગ્રેજોએ 1893_ 94 માં સિંહ ભૂમિ અને અન્ય ક્ષેત્રમાં ભારતીય વન અધિકાર જાહેર કરીને આરક્ષિત કર્યો અને વન અધિકાર અંતર્ગત બધા જ જનજાતિના લોકોની જમીન લઈ લીધી બિરસા મુંડા એ લોકોને સાથે રહીને તેનો સંઘર્ષ કર્યો બિરસા ભગવાન ક્રાંતિકારી બન્યા

• અંગ્રેજોએ ક્રાંતિ કચડવાનો પ્રયાસ કર્યો. 25 ઓગસ્ટ 1895 એ બિરસા મુંડા ની ધરપકડ કરી 

• FIR IPC 353 505 કારણ આપ્યું “તમે ખેતી અટકાવો છો ખ્રિસ્તીને પરાણે હિન્દુ બનાવો છો માંસાહારની ના પાડો છો“

• બિરસા મુંડી ની યાચિકા અધિકારો માટેની હતી તેમની છળકપટ થી ધરપકડ કરી બુટીગામ જમાદાર એ બદગામ મેયરની મદદથી કરાવી .બુટી અને ત્યાર પછી હજારીબાગ ની જેલમાં રાખ્યા બે વર્ષ જેલમાં રહ્યા અંગ્રેજોએ નવા કાયદા બનાવ્યા લોકો પર બોજો નાંખતો લોકોને ફરીથી ખ્રિસ્તી જ બનવું પડ્યું અનેક લોકોને અંગ્રેજોએ ગોળીએ વિંધ્યા અને કેટલાકને ઝાડ પર ફાંસીએ ચડાવ્યા 

• 30 નવેમ્બર 1897 જેલમાંથી મુક્ત થયા

• 1899 માં ફરી આંદોલન થયું તેમણે ગામે ગામ તુલસી વહેંચ્યા વિષ્ણુના તુલસી પ્રિય તરીકે લોકોને જોડાવા કહ્યું જગન્નાથપુરી યાત્રા કરી જય જગન્નાથનો નાદ આપ્યો 

• સશસ્ત્ર ક્રાંતિકારીઓ ભેગી હતી. ૩૦૦થી વધારે એક ડોબારી પહાડ પર એકત્ર થયા. 4,000 કરતાં વધારે ક્રાંતિકારી જનજાતિના લોકો જોડાયા

• કમિશનર સ્ટ્રીટ ફિલ્ડ ડે પહાડને ઘેરી લીધો હરી ધરપકડ કરી હાથકડી પહેરાવીને તેમને રાંચી જેલમાં લઈ ગયા જ્યાં તેમનું ૯ જૂન રોજ રહસ્યમય મૃત્યુ થયું

સંદેશા  

• ફક્ત 25 વર્ષની ઉંમરમાં સમાજસેવક ધર્મયોદ્ધા અને સ્વાતંત્ર સેનાની તરીકે કામ કર્યું. 

• આપણી માટી આપણું જંગલનો નારો આપ્યો 

• જનજાતિ ગૌરવ દિન તરીકે ઉજવાય છે 

• બિરસાઈત સંપ્રદાયના સુંદર નિયમો આપ્યા. તેઓ ભગવાન બિરસા મુંડા કહેવાયા. 

• આજના સમયમાં પણ ધર્માંતરણ થી જાગવાની જરૂર છે 

• ગ્રામ નગર વનવાસી આપણે સૌ ભારતવાસી 

• ધર્મ કે લિયે જીયે સમાજ કે લિયે જીયે ,યે ધડકન હે શ્વાસ હે પુણ્ય ભૂમિ કે લિએ ધર્મભૂમિ કે લિયે 

• ધરતી આબા ભગવાન બિરસા મુંડા ની જય ભારત માતાની જય પ્રકૃતિ માતાની જય

Comments

Popular posts from this blog

નિવૃતિ એટલે શું? વાનપ્રસ્થ માં અપેક્ષા

સેવા મિલન( ડો. હેડગેવાર જન્મશતાબ્દી સમિતિ રાજકોટ)

સંવિધાન દિન - સંવિધાનની સાર્થકતા અને ડો બાબાસાહેબ આંબેડકરનુ સંવિધાન સભા સમક્ષ અંતિમ ભાષણ (તા. ૨૬.૧૧.૨૦૨૫)