સંવિધાન દિન - સંવિધાનની સાર્થકતા અને ડો બાબાસાહેબ આંબેડકરનુ સંવિધાન સભા સમક્ષ અંતિમ ભાષણ (તા. ૨૬.૧૧.૨૦૨૫)
આજે સંવિધાન દિન છે
સંવિધાન જાગૃતિ સમિતિ દ્વારા ચાલેલ અભિયાન ના આ એક મણકો છે
આજે ત્રણ કામ છે
1. સંવિધાન દિન એન્ડ ડૉ બાબાસાહેબ ના અંતિમ ભાષણ ની વાત
2. સંઘ વિજયાદશમી ઉત્સવ પ્રસંગે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એન્ડ દલાઈ.લામાનો સંદેશ
3. આજના સંદર્ભમાં સંવિધાન દિન ની સાર્થકતાની ચિંતન
બાબાસાહેબને એ વાતનો અતિ આનંદ હતો, એ વાતે અભિમાન હતું કે, તેઓએ વિશ્વ આખામાં ક્યાંય નથી એવી સંવિધાનમાં સંશોધન (ફેરફાર) કરવાની સાવ સરળમાં સરળ પ્રક્રિયાની જોગવાઈ સંવિધાનમાં કરેલી છે.
હું આલોચકને પડકાર ફેંકું છું કે, તે એ સાબિત કરે કે દુનિયામાં ક્યાંય પણ કોઈ બંધારણસભાએ, બંધારણના સંશોધન માટે આટલી સરળ પ્રક્રિયા પ્રદાન કરી હોય - ડૉ.બાબાસાહેબ આંબેડકર
ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર નું સંવિધાન સભામાં અંતિમ પ્રવચન:
• તારીખ 26 નવેમ્બર બંધારણ દિવસ એટલે કે સંવિધાન દિન
• જૂનું નામ રાષ્ટ્રીય કાયદા દિવસ (ઉજવણી ફક્ત કાનૂની સમુદાય દ્વારા)
• 2015 ની સાલમાં 26 નવેમ્બરને બંધારણ દિવસ જાહેર
• આ દિવસે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર(બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ )
• ભારતના રાષ્ટ્રપતિ એટલે કે બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને તૈયાર થયેલ સંવિધાન સુપ્રત કર્યું
• તા 26 જાન્યુઆરી 1950ના દિવસે આ સંવિધાન અમલ
• આપણે પ્રજાસત્તાક
• 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક( પૂર્ણ સ્પરાજ )
ડોક્ટર બાબા સાહેબ ભીમ રાવ આંબેડકર
• સામાજિક રીતે પછાત જ્ઞાતિમાં જન્મ
• પોતાની આગવી પ્રતિભા પરિશ્રમ અને મહેનતથી આગળ
• બબ્બે વિષયોમાં ડોક્ટરેટ મેળવનાર
• કાયદા, ઇતિહાસ ,આર્થિક વિષયોના પણ નિષ્ણાત
• અગ્રણી હરોળનું સ્વાતંત્ર સેનાની
• સમાજ સેવક
• દલિત ,પીડિત ,પછાત, અનુસૂચિત જાતિ માટે નિરંતર કામ કરનાર, શોષિત સમાજનું પ્રતિનિધિત્વ ,મસીહા
• પોતે સ્વયં સંઘર્ષ કરી આગળ આવનાર
• સમાજમાં રહેલા ભેદભાવના દુઃખનો અનુભવ પામેલ
• મહા માનવ હતા.
• તે સમયે સમાજમાં ચિત્ર હતું કે ડોક્ટર બાબા સાહેબ
• (૧)હિન્દુ ધર્મના દૂષણોના વિરોધી છે
• (૨) રૂઢિગત હિન્દુ શાસ્ત્ર રિવાજોના વિરોધી છે
• છતાં પણ બાબા સાહેબ કહે છે મને આશ્ચર્ય
• મને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ બનાવ્યા.!
• મારો વિચાર તો ફક્ત અનુસુચિત જાતિના હક્ક પૂરા મળી રહે એ માટેનું હતું પરંતુ મારા ભાગે મોટી જવાબદારી આવી.
તેમની વિશેષતા
• ભારતમાં સમાજની આગવી પરંપરાઓનો અમલ
• તેમની પાસે વિષયનું જ્ઞાન
• સમાજના બધા અંગો પ્રત્યે સમાન દ્રષ્ટિ
• દેશભક્ત જીવન પદ્ધતિ હતી ,પ્રખર રાષ્ટ્ર ભક્ત
• સમાજના નબળા વર્ગોના દુઃખ સમજનાર
• જેમ રામાયણ નિર્માણનું મહત્વનું કાર્ય મહર્ષિ વાલ્મિકી ની સોંપાયું. હિન્દુઓના વેદ વેદાંતોને યોગ્ય સ્વરૂપે સમાજ સમક્ષ લઈ જવાનું કાર્ય પરાશર ઋષિ અને મત્સ્યગંધા ના પુત્ર મહર્ષિ વેદ વ્યાસને સોંપાયું.
• ભારત આવું જ બંધારણનો કાર્ય ડોક્ટર બાબા સાહેબને
• વાલ્મિકી અને વ્યાસની પરંપરા નું અહીંયા પુનરાવર્તન
• જેથી આવનાર સારા ભારતનું નિર્માણ થઈ શકે.
• ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ફક્ત દલિતોના મસિહા, કુરીતિઓના
વિરોધી નથી રહેતા પરંતુ એક પ્રખર રાષ્ટ્ર ભક્ત તરીકેનો પરિચય એમના સંવિધાન નિર્માણ કાર્યમા
ભારતની વિશેષતા:
• ભારત માં સૌથી પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિ
• જે સનાતન ધર્મ આધારિત
• મહર્ષિ અરવિંદે કહ્યું છે સનાતન ધર્મ જ રાષ્ટ્રીયતા( ઉતારપાડા ભાષણ)
• જુના સમયમાં રાજાશાહી ,પરંતુ રાજા સર્વોચ્ચ નહોતા તેમના ઉપર ધર્મગુરુ રહેતા, પ્રજા સમક્ષ જવાબ દેહી.
• બંધારણ રચના પહેલા બાબાસાહેબે. વિશ્વની બધા સમાજ ની જીવન પદ્ધતિ અને વ્યવસ્થાનો અભ્યાસ કર્યો.
• સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધર્મ જીવન પદ્ધતિ ,તત્વજ્ઞાન અને એકાત્મકતા ની પ્રતીતિ આજના આધુનિક વિશ્વની સદીમાં કાયદાકીય રીતે લાગુ કરી શકાય તે પ્રમાણેનું બંધારણીય માળખામાં પરિવર્તિત કરવાનું ભગીરથ કાર્ય કર્યું.
ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકેનું તારીખ 25 નવેમ્બર 1949 ના દિવસે બંધારણ સમિતિ સમક્ષની અંતિમ ભાષણ
• ઐતિહાસિક ભાષણની શરૂઆતમાં તેમણે વિદેશના સંવિધાનની રચનાના ઇતિહાસ
• સંવિધાન અંગેની રચનામાં પડેલ મુશ્કેલીઓ અને સંવિધાનની કાયદાકીઓનો ઉલ્લેખ કર્યો છે
• સમિતિમાં વિરોધાભાસી તાર્કિક દલીલો અને ધરાતરના સત્યના આધારે સર્વશમતિ સુધી કેવી રીતે પહોંચાવુ: વિવિધ વાતોને તેમને ઉલ્લેખ
• ઉત્તરાર્ધની : ભારતીય સમાજનું સટિક અને સચોટ વિશ્લેષણ
• ભારતમાં અખંડ ભારત તેમાંથી ખંડિકા
• 1500 વર્ષના ગુલામીકાળ નું આકલન
• સનાતન ધર્મમાં આવેલી બધીઓ એના માઠા પરિણામો
• કયા સંજોગોમાં ગુલામ બન્યા અને
• ભવિષ્યમાં આવી સ્થિતિના માટે દરેક નાગરિક અને લોકશાહીના માધાતા શું કરવું જોઈએ
• એનું સંપૂર્ણ જ્ઞાન તથ્યાત્મક અને માર્મિક દલીલો સાથે આપ્યું
________
શરૂઆત
• સંવિધાન સભાની પહેલી બેઠક :9-12-1946 માં કરી
• અંતિમ 25 11 1949 માં કરી
• કુલ બે વર્ષ 11 મહિના અને 17 દિવસ થયા
• 11 સત્રો થયા જેમાં 1થી 6 સત્રો Resolution અને કમિટી ના રિપોર્ટ consider કરવા માટે અને 7 થી 11 draft constitution માટે
• બંધારણમાં કુલ 395 આર્ટીકલ છે અને 200473 એમેન્ડમેન્ટસ છે
• ઘણા લોકોનું કહેવું છે કે બંધારણ ઘડવામાં ઘણો સમય લેવાયો
• બીજા દેશોની સરખામણી કરીએ તો
• અમેરિકાને ભલે ફક્ત ચાર મહિના
• દક્ષિણ આફ્રિકાને એક વર્ષ લાગ્યું
• પરંતુ કેનેડાને બે વર્ષ અને પાંચ મહિના
• ઓસ્ટ્રેલિયાને નવ વર્ષ લાગ્યા હતા
• અમેરિકા અને કેનેડા અને દક્ષિણ આફ્રિકાને એમેન્ડમેન્ટસ નો પ્રશ્ન બહુ નડ્યો ન હતો આ દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે મર્યાદિત સમયમાં તૈયાર કર્યું છે
• બંધારણની ટીકા કયા વ્યક્તિએ કરી હતી? કઈ પાર્ટીએ કરી હતી? બાબાસાહેબે કયા મહાનુભાવોનો આભાર માન્યો હતો? બંધારણમાં ફેરફાર અને તેની સત્તા અંગે બાબાસાહેબે શું કહ્યું હતું?
(1) નજરુદીન અહેમદ Drafting committee ને Drifting committeeકહે છે
મુસદ્દા સમિતિ દ્વારા કરાયેલા કાર્યની ગુણવત્તા વિશે વાત કરતાં શ્રી નઝીરુદ્દીન અહમદે તેને વખોડ્યું હતું. તેમના મતે, મુસદ્દા સમિતિ દ્વારા કરાયેલું કાર્ય પ્રશંસાને પાત્ર તો નથી જ પરંતુ નિશ્ચિતરૂપે નિમ્ન સ્તરનું છે.
ઉત્તર:
• મુસદ્દા સમિતિ દ્વારા કરાયેલા કાર્ય વિશે દરેકને પોતાનો
અભિપ્રાય રાખવાનો અધિકાર છે અને પોતાનો અભિપ્રાય રજૂ કરવા બદલ તેમનું
સ્વાગત છે.
• શ્રી નઝીરુદ્દીન અહમદ વિચારે છે કે, તે મુસદ્દા સમિતિના કોઈપણ સભ્ય કરતાં વધુ પ્રતિભાશાળી વ્યક્તિ છે.
• બીજી બાજુ, મુસદ્દા સમિતિ તેમના આ દાવાને પડકારવા માંગતી નથી.
• જો સભાએ તેમને તેમાં નિયુક્ત થવા યોગ્ય સમજ્યા હોત તો મુસદ્દા સમિતિએ તેમનું પોતાની વચ્ચે સ્વાગત કર્યું હોત. જો બંધારણના નિર્માણમાં તેમનું કોઈ સ્થાન ન હતું તો તે નિશ્ચિતરૂપે મુસદ્દા સમિતિનો કોઈ દોષ નથી.’
• વધુમાં બાબાસાહેબ કહે છે કે ડૉ બાબાસાહેબ કહે છેકે પરંતુ તેને ખબર નથી કે Drift without mastery અને Drift with mastery નિપુણતા સાથે ભટકવું કે નિપુણતા વગર ભટકવું ફેર છે. ડ્રાફ્ટિંગ કમિટી ભટકતી હતી પરંતુ ક્યારેય પરિસ્થિતિમાં નિપુણતા મેળવ્યા વગર નહીં.
• 'શ્રી નઝીરુદ્દીન અહમદે મુસદ્દા સમિતિ માટે એક નવું નામ ઘડ્યું છે, દેખીતી રીતે તેના પ્રત્યે પોતાનો તિરસ્કાર બતાવવા માટે. તે તેને ‘ડ્રિફ્ટિંગ કમિટી' (Drifting committee - ભટકતી સમિતિ) કહે છે.
• શ્રી નઝીરુદ્દીનને નિઃશંકપણે આ બાબતે ખુશી થતી હશે, પરંતુ તે સ્પષ્ટપણે નથી જાણતા કે નિપુણતા વિના ભટકવું અને નિપુણતા સાથે ભટકવામાં તફાવત હોય છે. કંઈક સારું શોધવાની તલાશમાં હોવું, ભટકવા બરાબર નથી.
• યદ્યપિ શ્રી નઝીરુદ્દીન અહમદનો મતલબ મુસદ્દા સમિતિની પ્રશંસાનો નહોતો જ, છતાં પણ હું આને મુસદ્દા સમિતિ માટે એક પ્રશંસા તરીકે લઉં છું.
• મુસદ્દા સમિતિ કર્તવ્યની ઘોર ઉપેક્ષા અને ખોટી ગરિમાની ભાવનાની દોષી હોત જો તેણે તે સુધારાઓને પાછા ખેંચવાની ઈમાનદારી અને સાહસ ન બતાવ્યું હોત, જેને તે ખોટા સમજતી હતી અને જે તે વધુ સારું સમજતી હતી તેને પ્રતિસ્થાપિત ન કર્યું હોત.
• જો આ એક ભૂલ છે, તો મને ખુશી છે કે મુસદ્દા સમિતિ આવી ભૂલોને સ્વીકારવા અને તેમને સુધારવા માટે આગળ આવવાથી ખચકાઈ નહીં.’
(2) એક અપવાદ સિવાય બધાએ બંધારણની પ્રશંસા કરી
ડૉ. બાબાસાહેબે કહેલું કે, ‘મને એ જાણીને ખુશી છે કે એકમાત્ર સભ્યના અપવાદ
સિવાય, બંધારણ સભાના સભ્યો તરફથી મુસદ્દા સમિતિ દ્વારા કરાયેલા કાર્યની પ્રશંસાની એક સામાન્ય સહમતિ છે. મને ખાતરી છે કે મુસદ્દા સમિતિ પોતાના શ્રમની આ સહજ માન્યતા આટલા ઉદાર શબ્દોમાં મેળવીને ખુશ અનુભવી રહી છે. જ્યાં સુધી વિધાનસભાના સભ્યો તેમજ મુસદ્દા સમિતિના મારા સહયોગીઓ દ્વારા મારા પર વરસાવવામાં આવેલી પ્રશંસાનો સવાલ છે, હું એટલો અભિભૂત અનુભવી રહ્યો છું કે, હું તેમના પ્રત્યે મારી કૃતજ્ઞતાને સંપૂર્ણપણે વ્યક્ત કરવા માટે પૂરતા શબ્દો શોધી શકતો નથી.’
આ અપવાદ એટલે નઝીરુદ્દીન અહમદ. મહત્વની વાત એ છે કે તેમની બુદ્ધિપ્રતિભા-નિષ્ઠા સામે જ્યારે કોઈનેય શંકા નહોતી ત્યારે આ નઝીરુદ્દીને શંકા અને તે પણ સાવ અપમાનજનક શબ્દોમાં રજૂ કરેલી, છતાં બાબાસાહેબે એક નિર્માણકાર્ય કરનારને છાજે તેવો ઉત્તર આપ્યો હતો.
(3) સમાજની વૃત્તિ અને બંધારણ
• ડૉ. બાબાસાહેબે કહેલું કે, ‘બંધારણની તરફેણમાં જેટલો બચાવ રજૂ કરી શકાતો હતો, તે મારા મિત્રો સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર અને શ્રી ટી.ટી. કૃષ્ણમાચારી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. તેથી હું બંધારણના ગુણ-દોષોમાં નહીં પડું.
• કારણ કે મને લાગે છે કે, કોઈ બંધારણ ગમે તેટલું સારું કેમ ન હોય, તે નિશ્ચિત રૂપે ખરાબ સાબિત થશે, કારણ કે જો તેને ચલાવવા માટે મોકલવામાં આવેલા લોકો ખરાબ હશે. કોઈ બંધારણ ગમે તેટલું ખરાબ કેમ ન હોય, તે સારું સાબિત થઈ શકે છે, જો તેને ચલાવવા માટે મોકલવામાં આવેલા લોકો સારા હશે. કોઈ પણ બંધારણનું કાર્ય સંપૂર્ણપણે બંધારણની પ્રકૃતિ પર નિર્ભર નથી કરતું.’
• આમ, તેઓએ તે વખતે જ એ સત્ય તરફ સૌનું ધ્યાન દોર્યું હતું કે, સંવિધાનની આડમાં ખોટું કરનારાઓથી સંવિધાન બદનામ થશે. વાસ્તવમાં તે ખોટા કાર્ય માટે સંવિધાન નહીં, તેને સાધન બનાવનારાઓ કારણભૂત છે. આનું વરવું ચિત્ર એટલે ૧૯૭૫ની કટોકટી.
4. It was searching in known water to find the fish it was after.તેઓ જે માછલી શોધી રહ્યા હતા તેને શોધવા માટે તેઓ એક જાણીતા પાણીમાં શોધ કરી રહ્યા હતા
5. હું આવ્યો હતો શરૂઆતમાં એક અનુસૂચિત જાતિના હક્કો ના રક્ષણ માટે પરંતુ મને દૂરથી પણ એ અંદાજ નહોતો કે મને આવું એક અગત્યનું કામ સોંપવામાં આવશે .હું તો ફક્ત ડ્રાફ્ટિંગ કમિટીનો સભ્ય બનવામાં હતો અને મને અહીં ચેરમેન બનાવી દીધો.
6. અહીંતો સર ક્રિષ્નાસ્વામિ આયંગર જેવા મારા કરતા વધુ સારા મોટા અને સક્ષમ વ્યક્તિ પણ હતા.
7. તેમણે આભાર માન્યો ડૉ. બાબાસાહેબે કોનો કોનો આભાર માન્યો હતો?
'હું બંધારણ સભામાં અનુસૂચિત જાતિઓના હિતોની રક્ષા કરવા કરતાં મોટી કોઈ આકાંક્ષા સાથે નહોતો આવ્યો. મને દૂર- દૂર સુધી એવો વિચાર નહોતો કે મને વધુ જવાબદાર કાર્યભાર સંભાળવા માટે બોલાવવામાં આવશે. તેથી, જ્યારે વિધાનસભાએ મને મુસદ્દા સમિતિ માટે પસંદ કર્યો ત્યારે મને ઘણું આશ્ચર્ય થયું. જ્યારે મુસદ્દા સમિતિએ મને પોતાનો અધ્યક્ષ પસંદ કર્યો ત્યારે મને ઓર આશ્ચર્ય થયું. મુસદ્દા સમિતિમાં મારાથી મોટા, બહેતર અને વધુ સક્ષમ વ્યક્તિઓ હતા.’ આવી લાગણી વ્યક્ત કરી બાબાસાહેબે આ મહાનુભાવોનો આભાર માન્યો...
(૧) મારા મિત્ર સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. હું બંધારણ સભા અને મુસદ્દા સમિતિનો આભારી છું કે તેમણે મારામાં આટલો વિશ્વાસ અને ભરોસો રાખ્યો અને મને તેમનું સાધન પસંદ કર્યું અને દેશની સેવા કરવાનો આ અવસર આપ્યો.
(૨) જે શ્રેય મને આપવામાં આવી રહ્યું છે, તે વાસ્તવમાં મારું નથી. તેના એક હિસ્સાનો શ્રેય બંધારણ સભાના બંધારણીય સલાહકાર સર બી.એન. રાવને જાય છે તથા શ્રેયનો એક હિસ્સો મુસદ્દા સમિતિના સભ્યોને પણ જાય છે.
(3) શ્રેયનો ઘણો મોટો હિસ્સો શ્રી એસ.એન. મુખર્જી, બંધારણના મુખ્ય મુસદ્દાકારને જવો જોઈએ. સૌથી જટિલ પ્રસ્તાવોને સરળતમ અને સ્પષ્ટતમ કાનૂની રૂપમાં મૂકવાની તેમની ક્ષમતા, અને તેમની સખત મહેનત કરવાની ક્ષમતાની ભાગ્યે જ બરાબરી કરી શકાય છે.
(૪) મારે શ્રી મુખર્જી હેઠળ કામ કરનારા કર્મચારીઓના સભ્યોનો ઉલ્લેખ કરવાનું
ભૂલવું ન જોઈએ. કારણ કે, હું જાણું છું કે તેમણે કેટલી સખત મહેનત કરી છે અને કેટલી મોડી રાત સુધી તેઓ લાગેલા રહ્યા છે.
(૫) આ બંધારણ સભાની કાર્યવાહી ઘણી નીરસ બની ગઈ હોત જો બધા સભ્યો પાર્ટી શિસ્તના નિયમ સામે ઝૂકી ગયા હોત. પાર્ટી શિસ્ત, તેની સંપૂર્ણ કઠોરતામાં, આ વિધાનસભાને (પોતાની પાર્ટી જે સૂચના આપે તે રીતે) ‘હા’ કહેનારા લોકોની એક સભામાં ફેરવી દેત. સદભાગ્યે, તેઓ બળવાખોરો (!) હતા, તેઓ હતા શ્રી કામથ, ડૉ. પી.એસ. દેશમુખ, શ્રી સિધવા, પ્રો. સક્સેના અને પંડિત ઠાકુર દાસ ભાર્ગવ. તેમની સાથે મારે પ્રો. કે.ટી. શાહ અને પંડિત હૃદયનાથ કુંઝરુનો ઉલ્લેખ કરવો જોઈએ. તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા, તે મોટાભાગે વૈચારિક હતા. તેમના સૂચનોને સ્વીકારવા માટે તૈયાર નહોતો તેથી તેમનાં સૂચનોનું મૂલ્ય ઓછું નથી થતું કે ન તો વિધાનસભાની કાર્યવાહીને જીવંત બનાવવામાં તેમણે જે સેવા પ્રદાન કરી છે, તે ઓછી થાય છે. હું તેમનો આભારી છું.
(૬) અંતમાં, હું તમને, શ્રીમાન અધ્યક્ષ, આ સભાની કાર્યવાહીનું સંચાલન કરવાની રીત માટે ધન્યવાદ આપવા માંગુ છું. એવા અવસરો આવ્યા જ્યારે મુસદ્દા સમિતિના સુધારાઓને વિશુદ્ધ રૂપે તકનીકી પ્રકૃતિના આધારોપર અવરોધિત કરવાની માંગ કરવામાં આવી હતી, તે મારા માટે ખૂબ ચિંતાજનક ક્ષણો હતી. તેથી, હું ખાસ કરીને તેમનો (અધ્યક્ષનો) આભારી છું કે તેમણે બંધારણ નિર્માણના કાર્યને નિષ્ફળ બનાવવા માટે કાનૂની ઔપચારિકતા (legalism)ની અનુમતિ ન આપી.
I am there for specially greatful to all not permiting legalism to defeat work of constitution making
બંધારણ બાબતે સટિક વાત
• બંધારણ ગમે તેટલું સારું હોય પણ તેનો અમલ કરનારા પ્રમાણિક ન હોય તો એ ખરાબ નીવડી શકે છે.
• બંધારણમાં ગમે તેટલી ભૂલો હોય છતાં જો તેનો અમલ કરનારા પ્રમાણિક હોય તો બંધારણના બધા જ ફાયદાઓ મળી રહે છે
• બંધારણ ફક્ત રાજ્યના અંગો એટલે કે વિધાનસભા કારોબારી અને
ન્યાયતંત્ર પ્રદાન કરી શકે છે આ અંગોના કાર્ય પરના પરિબળો લોકો અને રાજકીય પક્ષ પર આધાર રાખે છે
• બંધારણ ફક્ત સાધન છે તેનો ઉપયોગ કેવો કરવો એ મહત્વનો છે
• જો વિપરીત પદ્ધતિ અપનાવવામાં આવે તો ગમે તેવું સારું બંધારણ પણ નિષ્ફળ જઈ શકે.લોકો અને પક્ષનો રોલ મહત્વનો છે.
તેમના મતે બંધારણનો વિરોધ કરનાર બે પ્રકારના લોકો છે
8. Communist party(સામ્યવાદી) પક્ષ: તેઓ Dictatorship OF Proletarian ( શ્રમજીવીની સરમુખતશાહી )
9. Socislist party ( સમાજવાદી પક્ષ)
• . બાબાસાહેબે કહેલું કે, 'બંધારણની નિંદા મુખ્યત્વે બે વર્ગોમાંથી આવે છે, કમ્યુનિસ્ટ પાર્ટી અને સોશિયાલિસ્ટ પાર્ટી. તેઓ બંધારણની નિંદા કેમ કરે છે? શું એટલા માટે કે તે વાસ્તવમાં આ ખરાબ બંધારણ છે?
• હું સાહસપૂર્વક ‘ના’ કહું છું. કમ્યુનિસ્ટ પાર્ટી સર્વહારા વર્ગના અધિનાયકવાદ (Dictatorship of the proletariat)ना सिद्धांत पर આધારિત એક બંધારણ ઇચ્છે છે. તેઓ બંધારણની નિંદા કરે છે, કારણ કે તે સંસદીય લોકશાહી પર આધારિત છે.’
• આવા કમ્યુનિસ્ટ અને સોશિયાલિસ્ટ વિચારો ધરાવનારાઓએ જ્યારે સંવિધાનના આમુખમાં 'સેક્યુલર’ અને ‘સોશિયાલીસ્ટ’ શબ્દોનો સમાવેશ કરવા માટે ભારે આગ્રહ કરેલો, ત્યારે પણ શ્રદ્ધેય બાબાસાહેબે તે સૌને ષ્ટ શબ્દોમાં ઉત્તર આપેલો અને આ બંને શબ્દોની કોઈ જ આવશ્યકતા નથી તેમ તર્કબદ્ધ દલીલોના આધારે તેમની માંગણીને નકારેલી અને તેથી એ બંને શબ્દો આમુખમાં સ્થાન પામી શકેલા નહીં,
• પરંતુ કમભાગ્યે સંવિધાનને કમજોર બનાવનારી કટોકટી દેશ આખા પર લાદવામાં આવી અને દેશ આખો બિનલોકતાંત્રિક અવસ્થામાં આવી પડેલો ત્યારે શ્રદ્ધેય બાબાસાહેબનું અપમાન કરીને, તેઓની ઇચ્છા વિરુદ્ધ ઉપરોક્ત બંને શબ્દો સંવિધાનના આમુખમાં જોડી દીધેલા.
તેઓને સત્તામાં આવે તો તેમને ખાનગી પ્રોપર્ટીને રાષ્ટ્રીય કે સામાજિક કરવાનો ફ્રી હેન્ડ મળવો જોઈએ( કોઈપણ વળતર વગર) .તેઓનો ઇચ્છા છે કે fundamental rights(મૂળભૂત અધિકાર ) કોઈપણ મર્યાદા વિના સંપૂર્ણ
ઉપયોગ કરે જેથી તેઓ સત્તામાં ન હોય તો પણ મુક્તપણે અબાધિત સ્વતંત્રતા મળે જેથી ફક્ત ટીકા નહી રાજ્યને ફગાવી પણ શકે.
Jefarson
We may conside each generation as a distict nation,
with right , by the will of the majority, to bind themselves,
but none to bind the succeeding generation, more than the inhabitant of another country.
આપણે દરેક પેઢીની અલગ રાષ્ટ્ર તરીકે ગણી શકીએ છીએ જેને બહુમતીની ઈચ્છાથી પોતાને બાંધવાનો અધિકાર છે પરંતુ બીજા દેશના રહેવાસી જેમ બાંધી ન શકાય તેમ કોઈને આગામી પેઢીને બાંધવાનો અધિકાર નથી.
બંધારણ માં બતાવેલા આ સિદ્ધાંતો આ પેઢીના આજના સમયના છે.
Jefarson બંધારણની બાબતમાં જે પ્રસંગના થોડા વિચારો જોઈએ
• ડૉ. બાબાસાહેબની વૈચારિક ઊંચાઈ બંધારણના આલોચકોને ખુલ્લો પડકાર
ડૉ. બાબાસાહેબે કહેલું કે, ‘જેફરસન, મહાન અમેરિકન રાજનેતા, જેમણે અમેરિકન બંધારણના નિર્માણમાં ખૂબ મોટો હિસ્સો લીધો હતો. તેમણે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા છે, જેની બંધારણ નિર્માતાઓ ક્યારેય અવગણના ન કરી શકે.
• એક જગ્યાએ તેમણે કહ્યું છે કે, 'આપણે પ્રત્યેક પેઢીને એક વિશિષ્ટ રાષ્ટ્ર માની શકીએ છીએ, જેને બહુમતીની ઇચ્છાથી, પોતાની જાતને બાંધવાનો અધિકાર છે, પરંતુ કોઈ પણ પછીની પેઢીને બાંધવાનો અધિકાર નથી, કોઈ બીજા દેશના નિવાસીઓ કરતાં વધુ નહીં.
• હું સ્વીકાર કરું છું કે જેફરસને જે કહ્યું છે તે ન માત્ર સાચું છે, પણ બિલકુલ સાચું છે. તેમાં કોઈ શંકા ન હોઈ શકે. જો બંધારણ સભા જેફરસન દ્વારા નિર્ધારિત આ સિદ્ધાંતથી વિચલિત થાત, તો તે નિશ્ચિતરૂપે દોષ, અહીં સુધી કે નિંદા માટે પણ ઉત્તરદાયી હોત. પરંતુ અમે બંધારણમાં સંશોધન માટે એક સૌથી સરળ પ્રક્રિયા પ્રદાન કરી છે.
• હું બંધારણના કોઈપણ આલોચકને પડકાર ફેંકું છું કે, તે એ સાબિત કરે કે દુનિયામાં ક્યાંય પણ કોઈ બંધારણ સભાએ, તે સંજોગોમાં જેમાં આ દેશ પોતાને જુએ છે, બંધારણના સંશોધન માટે આટલી સરળ પ્રક્રિયા પ્રદાન
કરી હોય.
• અમારું બંધારણ કેનેડાની જેમ અંતિમતા અને શ્વાસ લેવાની ક્ષમતાની મહોર લગાવતું નથી( Seal of finality and Infallibility અને અમેરિકાની જેમ Amnedndment ફક્ત extra ordinary terms and conditions માં કરી શકાય એવું બતાવતું નથી
• બંધારણમાં સુધારા માટે સરળ પ્રક્રિયા પૂરી પાડે છે
• અમારી સામે બીજી ફરિયાદ છે કે અહીંયા વધુ પડવું કેન્દ્રીયકરણ છે
• પરંતુ એ માટે સમજણનો અભાવ છે અહીંયા fedaralism પાયાનો સિદ્ધાંત વણાયેલો છે લેજિસ્ટ્રેટિવ અને એક્સીકેટીવ અધિકારોનું કેન્દ્રને રાજ્ય વચ્ચેનું વિભાજન છે.
• કેન્દ્રના કાયદા મૂળભૂત બને અને બંધારણ પ્રમાણે ચાલે એ માટે છે .
• કેન્દ્ર કરી રાજ્યની ઉપર સત્તા ભોગવતું નથી. ફક્ત ઈમરજન્સી સંજોગોમાજ .
• Court can modify but can not replace, can revise interpretation, give new views, change divine line,કોર્ટ પણ મોડીફાઇ કરી શકે રિપ્લેસ કરી શકતો નથી કોર્ટ પણ ઇન્ટરપ્રિટેશન રિવાઇઝ કરી શકે નવા અભિપ્રાય આપી શકે, બંને વચ્ચેની ભેદરેખાઓની બતાવી શકે
Round table magazine: political system are complex of rights and duties resting upon the question to whom or to what authority (રાજકીય વ્યવસ્થા એ અધિકારો અને ફરજોનો સમૂહ છે જે કોની અથવા કયા અધિકારને પ્રશ્ન પર આધારિત છે)
• બધી ઔપચારિકતા દૂર થાય ત્યારે નાગરિકની શેષ જવાબદારી કોણ પૂરી કરી શકે એ કેન્દ્ર હોય છે
તેમના પ્રવચનો બીજો પણ મહત્વનો ભાગ આજના સંદર્ભ માં વધુ મહત્વનો છે
• હું અહીં જ પ્રવચન કરતા અટકી ગયો હોત પરંતુ દેશના ભવિષ્યની ચિંતાથી મારું મન ભરાયેલું છે તેથી મને થોડા અન્ય વિષયો આ સમયે કહેવાની ઈચ્છા થાય છે.
• જાન્યુઆરી 1950 માં આપણે પ્રજાસત્તાક દેશ બનીશું મને લાગે છે કે
આપણે સ્વતંત્રતા મળી ગયી અને પછી શું થશે? શું ભારત કાયમ સ્વતંત્ર રહી શકશે કે ફરીથી પોતાની સ્વતંત્રતા ગુમાવશે ? આ વિચાર મારા મનમાં સૌપ્રથમ આવે છે
• એવું નથી કે ભારત ક્યારેય સ્વતંત્ર દેશ ન હતો. એક વખત સ્વતંત્ર રહેલા ભારતે પોતાની સ્વતંત્રતા ગુમાવી હતી. મને એ વાતની ચિંતા થાય છે કે ફરી ભવિષ્યમાં એવું નહીં થાય ને
• એ વાત મારા મનમાં ખલેલ પહોંચાડે છે કે ભારતે ફક્ત એક જ વાર સ્વતંત્રતા નથી ગુમાવી .
• પરંતુ કેટલાક લોકોની બેવફાઈ અને વિશ્વાસઘાતના કારણે અનેક વાર આવી પરિસ્થિતિ આવી છે આપણે સ્વતંત્રતા ગુમાવી અને પરતંત્ર થયા.what perturbs me greatly is the fact that not only India has once before los her independnce but she lost it by the infidelity and treachery of some of her own people: ઉદાહરણો
10. સિંધમાં સૌથી પ્રથમ આક્રમખીર ૭૧૨ માં મોહમ્મદ બિન કાશીમના આક્રમ વખતે રાજ દાહિરના સેનાપતિ પોતે મોહમ્મદ બિન કાસીમના એજન્ટ પાસેથી લાંચ લઈને રાજા તરફથી લડવાનું છોડી દીધેલું. સિંધના રાજા દાહીર અખંડ સિંધ પ્રાંતના છેલ્લા હિંદુ રાજા હતા તેમની રાજધાની અલોર હતી આધુનિક રોહરી નગરી જે પાકિસ્તાનમાં છે તેમનું શાસન સાંસ્કૃતિક અને બૌદ્ધિક સમૃદ્ધિથી ભરેલો હતો તેમાં શિક્ષણ અને વ્યાપારનું કેન્દ્ર હતું. મોહમ્મદ બિન કસીમના આ વિજયથી ભારતના ઉપખંડમાં ઇતિહાસમાં પ્રથમ ઈસ્લામિક પ્રાંતની રચના છે જેનાથી આગામી સમયમાં ઇસ્લામધના અને શાસનનો પ્રસાર થયો. આ આક્રમણ વખતે દાહિર રાજાના સેનાપતિઓએ લાંચમાં પોતાના માતૃભૂમિ આપી દીધી
11. જયચંદે મહંમદ ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણ પર આક્રમણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું એટલું જ નહીં પરંતુ પોતે અને સોલંકી રાજાઓ વતી સાથે મળીને બનતી મદદ કરવાનો પણ કહ્યું હતું
12. શિવાજી છત્રપતિ શિવાજી મહારાજ હિન્દુઓની મુક્તિ માટેના કાર્યકર્તા હતા ત્યારે અનેક મરાઠા ઉમરાવ , સુબાઓ અને રજપૂત રાજાઓ તેમની વિરુદ્ધ મોગલો તરફથી શિવાજી મહારાજ સામે લડાઈ લડ્યા હતા ઉદાહરણ રાજા
જયસિંહ
13. જ્યારે બ્રિટિશ રાજ શિખરાજ્ય ખતમ કરવા માટે કાર્ય કરતો હતો ત્યારે ગુલાબસિંહ નામના મુખ્ય સેનાપતિ શાંત બેસી રહ્યા હતા અને શીખ રાજ્યને બચાવવામાં કોઈ મદદ કરી નહોતી
14. 1857 ના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામમાં દેશનો બહોળો સમુદાય અંગ્રેજો સામેl જ્યારે લડતો હતો ત્યારે અનેક શીખ રાજ્યકર્તાઓ સક્રિય થયા ન હતા
• શું ફરી આવો ઇતિહાસ પુનરાવર્તિત થઈ શકે ખરો?
• જુના દુશ્મનો તો છે જ નાત જાતના ભેદભાવ સાથે સાથે એકબીજાના વિરુદ્ધ વિચાર થી ચાલતા રાજકીય વિચારો અને પક્ષો આપણે ત્યાં ઉમેરાયા છે
• પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓથી ઉપર દેશને રાખશે કે પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓ, સ્વાર્થને દેશ ઉપર હાવી થઈ જવા દેશે! જો તેઓ પોતાની મહત્વકાંક્ષાઓને સ્વાર્થને દેશથી ઉપર રાખશે તો ફરીથી આપણે સ્વતંત્ર ગુમાવીશું પરતંત્ર બનીશું. અને આ પરતંત્રતા ગુમાવવાનું છેલ્લીવારનું હશે ફરીથી સ્વતંત્ર થવાનું સ્વપ્ન નહીં શકે બને
• આની સામે આપણે ચેતવું પડશે આપણી જાતને તૈયાર રાખવી પડશે સ્વતંત્રતા અને ટકાવવા માટે લોહીના છેલ્લા ટીપા સુધી લડવાને માટે તૈયાર રહેવું પડશે.
• 26 જાન્યુઆરી 1950 થી મળનારી ભારતની સ્વતંત્રતા અને લોકશાહી લોકો દ્વારા લોકો માટે અને લોકોની રચાયેલી શાસન વ્યવસ્થા હોવી જોઈશે
• મનમાં ચિંતા થાય છે કે શું ભારત ફરીથી પોતાની લોકશાહી ગુમાવશે કે બરાબર ઠીક પ્રમાણમાં ચાલુ રાખશે
• એવું નથી કે ભારતમાં ક્યારેય લોકશાહી નહોતી ભારત લોકશાહી જાણતો નહોતું ભારતમાં અનેક ઘણા રાજ્યો હતા તેમજ ઘણી રાજાશાહી પણ તે જ્યાં ચૂંટાયેલા કે પસંદગી દ્વારા લોકો બધી વ્યવસ્થા સંભાળતા હતા તેવું નથી કે આપણે ત્યાં સંસદ અને સંસદીય પદ્ધતિ આપણે જાણતા નહોતા
• બુદ્ધિષ્ટ ભિક્ષુ સંઘ માં દર્શાવે છે કે ત્યાં સંઘ માટેની સંસદ હતી એટલું જ નહીં સંસદીય પદ્ધતિથી આજના મોર્ડન સમયની જેમ જ વ્યવસ્થા ચાલતી હતી. સંઘ પાસે તેઓની સંસદ હતી, સંસદની પદ્ધતિ હતી, તે વખતમાં ત્યાં બેસવાની ગોઠવણ ,મોશન ના નિયમો, રિઝોલ્યુશન, પ્રસ્તાવ ,કોર તેમજ7
મતદાન અને મતપત્રક અને સેન્સર મોડ્યુલ તથા ન્યાયી વ્યવસ્થા પણ હતી. ભલે તે બુદ્ધ સંઘના નિયમો હતા પરંતુ તે સમયની દેશની રાજકીય વ્યવસ્થા માં પણ દર્શાવતા હતા.
L
• શું ફરીથી ભારત સ્વતંત્રતા ગુમાવી શકે? લોકશાહીના અયોગ્ય ઉપયોગથી સર્મુખત્યારશાહી નિર્માણ થઈ શકે છે નવી જન્મેલી લોકશાહીમાં આવું થવું બહુ સરળ હોય છે .આ શક્યતા નો પણ ભય છે જ .જો લોકશાહી ને હકીકતમાં ફક્ત સ્વરૂમાંજ નહીં સાચા અર્થમાં બચાવવી હોય તો બંધારણીય રીતે સામાજિક અને આર્થિક ધ્યેયો પુરા કરવા પડશે.
• તેનો અર્થ એવો છે કે આપણે સિવિલ dis obedience , non cooperation , satyagrah અટકાવવા પડશે
• જ્યારે બંધારણીય રીતે આર્થિક અને સામાજિક ધ્યેયો પૂરા ન પડી શકે ત્યારે અ બંધારણીય પદ્ધતિઓ નો ઉપયોગ થવાની પૂરી શક્યતાઓ રહેલી છે જો બંધારણીય વ્યવસ્થા અને પદ્ધતિઓ ખુલી હોય તો આવું થઈ શકતું નથી અને અબંધારણીય પદ્ધતિને માન્ય પણ ન કરી શકાય.
• આ બંધારણીય પદ્ધતિ એ Gramer of Anarchy છે. તેને વહેલી તકે બંધ કરવી જોઈએ
બીજું એ યાદ રાખવું જોઈએ કે અને વિશે ચિંતિત પણ રહેવું જોઈએ જે John Stuart Mill તેમને કહ્યું છે " not to lay our liberties at the feet of even a great man or to trust him who had power which enable him to subvert institutes.
• લોકશાહીના નિભાવ માટે કોઈ એક વ્યક્તિના પગ પાસે બધી જ મૂકત તા લિબર્ટીઓ ન મુકવી જોઈએ
• ભલે તે મહાન હોય અને તેનામાં વિશ્વાસ રાખીને બધો જ સત્તા પાવર પણ તેને ના આપવો જોઈએ
• જેના કારણે એ બધી વ્યવસ્થાઓને સંસ્થાઓને પણ ખોરવી નાખે.
• જેને પોતાની પૂરી જિંદગી દેશ માટે ખર્ચી નાખી હોય તેના પ્રત્યે પણ એટલું આભારવશ રહેવાની પણ એક મર્યાદા હોવી જોઈએ કારણ કે
• Irish patriot Daniel O'connell:
No man can be greatful at the cost of his honour
No woman can be greatful at the cost of her chastity
And no nation can be greatful at the cost of its liberty
કોઈ પુરુષ પોતાના સન્માનના ભોગે કૃતજ્ઞ ન બની શકે.
કોઈ સ્ત્રી પોતાની પવિત્રતાના ભોગે કૃતજ્ઞ ન બની શકે.
અને કોઈ રાષ્ટ્ર પોતાની સ્વતંત્રતાના ભોગે કૃતજ્ઞ ન બની શકે.
• આ વાત ભારત માટે વધુ અગત્યની છે કારણકે ભારતમાં એક પ્રકારની ભક્તિનો પ્રકાર છે Heroship worship, , path of devotion even in politics too
• આ ભક્તિ ધર્મ સંપ્રદાયમાં આત્માના મોક્ષ માટે સારી અને જરૂરિયાત છે પરંતુ રાજકીય ક્ષેત્રમાં આ પ્રકારની વાત આવી જાય તો એ અધોગતિ અને સરમુખ્યત્યાંશાહી તરફ લઈ જાય છે .એટલા માટે રાજકીય ક્ષેત્રમાં આ પ્રકારની આંધળી ભક્તિ એ નુકસાનકારક છે.
ફક્ત રાજકીય લોકશાહી નહીં સાથે સાથે સામાજિક અને આર્થિક લોકશાહીની પણ જરૂર છે
• જ્યાં સુધી તે નહીં આવે ત્યાં સુધી રાજકીય લોકશાહી ટકી શકશે કે નહીં તે કહેવું અઘરું હોય છે
• કારણ કે રાજકીય લોકશાહીના મૂળ સામાજિક લોકશાહીમાં રહેલા છે
• સામાજિક લોકશાહી શું છે સામાજિક લોકશાહી એટલે જીવન જીવવાની પદ્ધતિ જેમાં સ્વતંત્રતા સમાનતા અને બંધુતાના સિદ્ધાંતોનો અમલ હોય
• આ ત્રણેયને સ્વતંત્રતા સમાનતા અને બંધુતા ને એક અલગ અલગ તરીકે ઓળખી શકાય નહીં તેવો ત્રિમૂર્તિના સ્વરૂપમાં છે તેમાંથી એક ને પણ અલગ પાડતા સામાજિક લોકશાહીનો મહત્વ જતું રહે છે.
Liberty cannot be divorced from equality and
equality cannot be divorced from liberty
Both the liberty and equality can not be divorced from fraternity
• સમાનતા સિવાય સ્વતંત્રતા થોડા લોકો બીજા ઘણા લોકો પર સર્વોપરિતા
કરી બેસે છે.
• બંધુતા વિના સ્વતંત્રતા થોડા લોકોની અન્ય લોકો ઉપર પ્રભુત્વ પેદા કરે છે
• સ્વતંત્રતા વગર સમાનતા અને બંધુતા રાખતા વ્યક્તિગત પહેલ individual initiative નો નાશ થાય છે
બંધુતા વગર સ્વતંત્રતા અને સમાનતા સાથે કુદરતી રીતે રહી શકતા નથી પછી તેના માટે કાયદાઓ શાસન પ્રશાસન અને પોલીસની જરૂર પડે છે
ભારતમાં બે વસ્તુની ખામી છે
(૧) સમાનતા: ભારતમાં સામાજિક સ્તરે ઘણી અસમાનતા જોવા મળે છે
ઘણા પાસે ખૂબ સંપત્તિ છે જ્યારે ઘણા ગરીબી માં જીવી રહ્યા છે
• 26મી જાન્યુઆરીએ જ્યારે આપણે સ્વતંત્ર થઈ રહ્યા છીએ
• ત્યારે વિરોધાભાસી વાતાવરણમાં પ્રવેશ કરીશું
• રાજકીય દ્રષ્ટિએ આપણા વચ્ચે સમાનતા હશે પરંતુ સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ અસમાનતા હશે .
• રાજનીતિમાં સિદ્ધાંત પ્રમાણે એક વ્યક્તિનો એક મત હશે અને એક મતની કિંમત હશે
• પરંતુ સામાજિક અને આર્થિક જીવનમાં તેના માળખાના કારણે એક વ્યક્તિ એક ની કિંમતનો સિદ્ધાંત દેખાશે નહીં .
• આ પ્રકારનો વિરોધાભાસ કેટલો સમય ચાલશે તેવું મુશ્કેલ છે અને એ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી સામાજિક અને આર્થિક સમાનતા આવી છે તેમ કહી શકાય નહીં
• જો આ પ્રકારનો તફાવત લાંબો સમય ચાલ્યો હતો. રાજકીય સ્વતંત્રતા જોખમાઈ શકે છે
• આવી અસમાનતાના કારણે રાજકીય લોકશાહીનું માળખું તૂટે જે આપણે ખૂબ મહેનતથી બનાવેલું છે
(૨) બંધુતાના સિદ્ધાંતની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવી પડશે
• બંધુતા એટલે શું? જો બધા ભારતીયો એક સમાન હોય તો સામાન્ય ભાતૃભાવની લાગણી અને આચરણ બધામાં જોવા મળવું જોઈએ.
• બંધુતાને કારણે સામાજિક જીવનમાં એકતા અને મજબૂતાઈ આવશે પરંતુ આ મેળવવું અઘરું છે.
Story: James Bryce:
અમેરિકાના એક પ્રોટેસ્ટન્ટ ચર્ચમાં સંમેલન મળ્યો તેમાં ટૂંકી પ્રાર્થના કરવા માટેનું નક્કી થયું એમાં એક વાક્ય હતું O god bless our nation ,એ ભગવાન અમારા રાષ્ટ્રને આશીર્વાદ આપો, ખૂબ ચર્ચા પછી બધા વચ્ચે એકતા થઈ શકે નહીં અને વાક્ય બદલાવ્યો O God bless these United state of America એ ભગવાન અમારા યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ને આશીર્વાદ આપો.
આ વખતે બધા વચ્ચે એકતા નહોતી કે તેઓ એક રાષ્ટ્ર છે
તેઓ એ પોતાની એક રાષ્ટ્ર ન સમજી શક્યા
તો સ્વતંત્રતા બાદ ભારતમાં એ વિચાર કરવો કેટલો અઘરો હશે
He said " They politically minded people didn't prefered ' people of India '
મને એ વાતનું આશ્ચર્ય થઈ છે કે
આપણે એક રાષ્ટ્ર કેવી રીતે કહેવાય શકે
જ્યારે આપણે હજારો જ્ઞાતિ જાતિ ભેદભાવથી વહેંચાયેલા હોઈએ
સાચા અર્થમાં એક રાષ્ટ્ર બનવા માટે
સામાજિક આર્થિક અને માનસિક રીતે સમાનતા લાવવાની જરૂરિયાત છે
જો આપણે સમજીશું તો એક રાષ્ટ્ર બનવા માટે ગંભીરતાથી વિચાર કરીશું
અને તેને જીવનના ધ્યેય બનાવવા માટેના સાધનોની શોધ કરીશું
• આપણા દેશમાં એક રાષ્ટ્ર બનવા માટેનો જે પ્રાપ્ત કરવો ઘણી અઘરી વસ્તુ છે સામાજિક જીવનમાં રહેતી અલગતાઓ એકબીજા વચ્ચે રહેલી ઈર્ષા અને દ્વેષભાવને દૂર કરવો પડશે
• કારણ કે આપણા દેશમાં અલગ અલગ જ્ઞાતિ જાતી અને ભેદભાવથી આપણે વહેંચાયેલા છીએ જે એકબીજા વચ્ચે દૂરતા ઊભી કરે છે
• જો એક રાષ્ટ્ર બનવાની ઈચ્છા હોય તો આ બધી જ મુશ્કેલીઓમાંથી બહાર આવવું પડશે બંધુતા વગરની સ્વતંત્રતા અને સમાનતા બહારથી કરેલો ફક્ત રંગ સમાન રહેશે
• આ માટે આગળ રહેલું કાર્ય એક મોટું અઘરું કાર્ય છે જે ઘણાને ગમશે નહીં આપણે ત્યાં ઘણા વર્ષો સુધી રાજકીય સત્તા ફક્ત થોડા લોકોના હાથમાં રહી હતી
• બાકીના લોકોના ભાગે મહેનત અને ભાર ઉપાડવાનું જ આવ્યું હતુ અને ફક્ત પ્રાર્થના જ કરતા રહ્યા
• આને કારણે ઘણા લોકોની સ્થિતિ એ જ રહી કંઈ સુધારો ન થયો એટલું જ નહીં પરંતુ પોતાની જરૂરિયાતો પણ ન પૂરી થઈ
• આવા લોકો પોતાના ઉપર થતા રાજ્ય થી થાકી ગયા છે જો આ ભાવ નીચેના લોકોમાં વધુ જશે તો વર્ગ સંઘર્ષ કે યુદ્ધ જેવી સ્થિતિ પણ આવી શકે વિભાજન પણ થઈ શકે આવું થાય તો આ એક મોટી દુર્ઘટના હશે.
• Abrahsm lincon has said" House divided against itself can not stand very long
• તેથી તેમની પ્રેરણા માટે કંઈક કરવું પડશે જેથી આ થોડા ઘણા લોકોને દેશને માટે સ્વતંત્રતાને માટે લોકશાહીને માટે ટકાવવા બધા જ ઉપયોગી થઈ પડે.
• અત્યારે જ શક્ય બને જ્યારે બધા જ ક્ષેત્રની અંદર સમાનતા અને બંધુતા નો વિકાસ થાય આથી વારંવાર હું આ વાત ઉપર ભાર મુકું છું હું આ ગૃહને ચિંતામાં મૂકવા નથી માગતો સ્વતંત્રતા ખરેખર આનંદની વસ્તુ છે પરંતુ એ ન બોલવું જોઈએ કે સ્વતંત્રતાના કારણે આપણા ઉપર અનેક જ જવાબદારીઓ આવી જાય છે
• સ્વતંત્રતા પહેલા આપણી પાસે ઘણા કારણો હતા કે આપણે બ્રિટિશ સરકારને કોઈપણ કારણ માટે જવાબદાર કહી શકતા હતા પરંતુ હવે સ્વતંત્ર થયા પછી આપણે આવું કહેવાનો કોઈ અધિકાર નહીં રહે કારણ કે આપણી જાત માટે આપણે પોતે જ જવાબદાર છે અને ખોટી વસ્તુ થઈ જવાની શક્યતાઓ ઘણીવાર રહેલી છે
• સમય બદલાઈ રહ્યો છે આપણા પોતાના લોકોની અંદર પણ નવી વિચારસરણી આવી રહી છે હવે એ લોકો દ્વારા ચાલતી સરકારથી લોકો થાક્યા છે હવે લોકો માટે અને લોકોની સરકાર હોય તે અપેક્ષા સેવાઈ રહી છે
• If we want to preserve our constitution we have to do
govt of the people, by the people and for the people.
• આપણા રસ્તામાં કોઈ દુષ્ટતાને સ્થાન ન મળે અને જો હોય તો એને આપણે જલ્દી ઓળખી જઈએ લોકો દ્વારા સરકાર ચલાવવા માટે લોકો માટે સરકાર પસંદ કરવા માટે સૌ પ્રેરિત થાય અને આવતા અનિષ્ટોને દૂર કરવાની આપણામાં નબળાઈ ના આવે આજ એક સાચો રાષ્ટ્ર છે રસ્તો છે દેશ સેવાનો રાષ્ટ્ર ભક્તિનો
• ટૂંકમાં સાર જોઈએ તો આપણે આપણી લોકશાહીને રાજકીય લોકશાહી સાથે સામાજિક લોકશાહી પણ બનાવવી જોશે. રાજકીય લોકશાહી ત્યાં સુધી ટકે છે જ્યાં સુધી પાયામાં સામાજિક લોકશાહી હોય. સામાજિક લોકશાહી એ સમાજ જીવનનો કેવો માર્ગ છે જ્યાં સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતો આચરણમાં હોય. આ સિદ્ધાંતો આપણા સનાતન ધર્મના મૂળ તત્વ અને સત્વ છે એટલે કે ભારતનું સંવિધાન એ સનાતન ધર્મનું યોગાનુંકુળ આવિષ્કરણ છે.
• સાંપ્રત સમયમાં આ ભાષાનો મહત્વ એટલા માટે છે કે અલગતાવાદી અને કહેવાતા ડાબેરી સમાજની વિભાજિત કરવાના ષડયંત્રો કરી રહ્યા છે અને ચરમશીમાએ પહોંચાડી રહ્યા છે ત્યારે આ ભાષણ પ્રસ્તુત છે અને માર્ગદર્શક છે અને દરેક સમસ્યાઓના નિરાકરણ માટે એક જ ભૂત જડીબુટ્ટી છે ભારત રાષ્ટ્રની પડતી ના ઇતિહાસો ઉપરથી લેવાનો રાષ્ટ્રબોધજ આજના સમયે પણ જાણવા જેવો છે અને ફરીથી આવી સ્થિતિને હવે માટેનો એમાં આપણને સચોટ માર્ગદર્શન આપ્યું છેp
• ખરેખર તો ભાષણની શરૂઆતનો ટેકનિકલ ભાગ પૂરું થયા પછી ભાષણ પૂરું થવું જોઈતું હતું પરંતુ તેઓ કહે છે કે મારા મનમાં આ દેશ અને સમાજના ભવિષ્યની અને પછી ચિંતાઓ છે એટલા માટે હું કહી રહ્યો છું આમ એમનો ઉત્તરાર્ધ એ ભારતના ભાવિ માટે ની ચિંતા તેનો ઉપાય અને માર્ગદર્શન સમાન છે
• ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દોમાં વેદના હતી જે આખી સભા ની શબ્દ બનીને સાંભળી રહી હતી ઇતિહાસનું ફક્ત આકાર અને જ નહીં પરંતુ ભવિષ્ય પણ તેમણે સંબોધન કર્યું હતું આવા ઇતિહાસનો પુનરાવર્તન ન થાય તે માટેની શતૂટ સલાહો આપી હતી દેશને પોતાની રાજકીય વિચારધારાઓથી ઉપર લેવા માટેની વાત તમને કહી છ
• સ્વતંત્રતા એ આનંદની વાત છે પરંતુ એના ભૂલવું જોઈએ કે સ્વતંત્રતા એ આપણી મોટી જવાબદારી પણ છે આપણી સ્વતંત્રતા અને ટકાવવા કે ગુમાવવામાં આપણે પોતે જ કારણ હોઈએ છીએ
• દુનિયામાં કોઈ બંધારણ સંપૂર્ણ સર્વજ્ઞ હોતું નથી ક્યાંક તો કચાશ હોય છે પરંતુ પ્રામાણિક કાર્યકર્તાઓ હોય તો ગમે તેવા બંધારણમાંથી પણ રાષ્ટ્રને આગળ લઈ જઈ શકે છે કોઈ પ્રામાણિકતા માટે એમને સૌ પાસે આગ્રહ રાખ્યો
• ભારતના ઇતિહાસમાં થયેલ બહુચર્ચિત કેશવાનંદ કેસ બાલકનાથ કેસ , શાહનું અને કેસ રાષ્ટ્ર પર રદાયેલી કટોકટીઓ અને 365 ની કલમનો સતાલક્ષી ઉપયોગ એ આ પ્રામાણિકતા સામેનો એક અરીસો બતાવે છે ભવિષ્યમાં આવું ન થાય તે માટે સાવચેત રહીએ એ જ સંવિધાન સભાના ડોક્ટર બાબા સાહેબના અંતિમ ભાષણો આજના સમયમાં મહત્વ છે


Comments
Post a Comment