નિવૃતિ એટલે શું? વાનપ્રસ્થ માં અપેક્ષા
નિવૃતિ એટલે શું? વાનપ્રસ્થ માં અપેક્ષા
————-
આ અંગેના વિચારો જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ ના ઇતિહાસ વિભાગના વડા ડો વિશાલ જોષીના અભિવાદન પ્રસંગે તા ૨૯.૧૧.૨૦૨૫
———
પ્રસંગો
(૧) બે વૈદ્ય અને આમલી લીમડાના ઝાડ :
એક ગામમાં એક વૈદ્ય ખૂબ નિષ્ણાત મોટા વિસ્તારમાં એનું મહત્વ
નજીકના 200 માઇલના અંતરે એક નવા વૈદ્ય આવ્યા તે પણ પ્રખ્યાત છે એવા સમાચાર મળ્યા
તેમની પરીક્ષા માટે પ્રથમ વૈદે એક વ્યક્તિને મોકલ્યા
તેના માટે રસ્તામાં ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી તેને કોઈ જ ખર્ચ ન કરવો પડે
ફક્ત ચાલીને જવાનું ,અને એક સૂચના આપી રસ્તામાં જ્યારે આરામ કરવું હોય તો આમલીના વૃક્ષ નીચે જ આરામ કરવો. બીજા વેદ પાસે પહોંચતા તે વ્યક્તિ શરીર થોડુ સુકાઈ ગયું. તે બીજા વૈદને મળ્યા .ત્યારે એને પૂછ્યું કેમ આવ્યા છો તો તેને કહ્યું મને આ વૈદે આપને મળવા માટે મોકલ્યા છે .કામ તો કોઈ નથી ફક્ત આપને મળવું .પરંતુ કંઈ સૂચના આપી હતી ? તેમણે કહ્યું કે હા ,રસ્તામાં વિશ્રામ કરવો હોય તો આમલીના ઝાડ નીચે સૂવાનું કહ્યું હતું.તરત જ બીજા વૈદે પ્રશ્ન પૂછ્યો હતો તો તમારા શરીરમાં કંઈ ફેરફાર થયો છે? એવી વ્યક્તિ કહ્યું કે હા હું થોડું દુબળો નબળો થયો છું ,એવું લાગે છે . બીજા વૈદે પણ હોશિયાર હતા તેઓ સમજી ગયા .એણે કહ્યું કે હવે તમે પરત પ્રથમ વૈદી પાસે જાવ પરંતુ હવે તમે વિશ્રાંતિ છે ફક્ત લીમડાના ઝાડ નીચે જ કરજો. એ વ્યક્તિ પ્રથમ વેદ પાસે પહોંચે છે તો જેવી હતી એવી જ સ્થિતિમાં આવી જાય છે. પ્રથમ વૈદે પ્રશ્ન પૂછ્યો કે તમે તો હતા એવાજ છો તો તમને બીજા વૈદે શું સૂચના આપી હતી"તો લીમડાના ઝાડ નીચે સૂવાની વાત કરી હતી "પ્રથમ વેદ સમજી ગયા કે દ્વિતીય વૈધ પણ એટલા જ હોશિયાર છે .
એનો અર્થ એવો થયો પહેલો વિશ્રામ આમલીના ઝાડ નીચે એટલે કે તમે શ્રમ પરિશ્રમ કર્યો બીજા માટેનું કામ એવું કરતા રહો તો તમારું શરીર ઘસાય છે અને એ છે ગૃહસ્થા શ્રમ છે .તમે શરૂઆત શરીરમાંથી તમારો ફેરફાર થાય છે પરંતુ એને ઠીક કરવા માટે વળતી વખતે લીમડાના ઝાડ નીચે વિશ્રાંતિ કરવું એટલે પોતાના માટે કામ ન કરતા સમાજ માટે કામ કરવાથી વ્યક્તિ ફરી પાછો જે પોતાની પરિસ્થિતિમાં એ આવી જતો હોય છે આમ વાનપ્રસ્થાશ્રમ એ લીમડાના ઝાડ નીચેનો વિશ્રામ છે એટલે કે બીજા માટે કામ કરવું ઠંડક મળે તેવું કરવું.
(૨) સંન્યાસી આશ્રમ નો રસોયો સંગીત કાર બને છે
એકે સન્યાસી નો આશ્રમ હતો. એ સન્યાસીના આશ્રમમાં એક રસોયો હતો. રસોઈ બનાવતે વખતે કંઈક ગીતો ગાયા કરતા .જ્યારે કોઈ અતિથિ આવે તો એ પૂછતા હતા રસોઈ ઘરમાંથી શેનો અવાજ આવે છે તો સન્યાસી કહેતા એ તો રસોઈયો કાંઈ ગણગણતો હશે .એક વખત સન્યાસી એ જોયુ તો રસોઈયાના ગીતના શબ્દો અને નો કંઠ ખૂબ સારો હતો.એને થયો કે આને જો સંગીતની તાલીમ આપી તે ખૂબ વ્યવસ્થિત માટે કલાકાર બની શકે.એને વ્યવસ્થા કરી પ્રશિક્ષણ આપ્યું ધીરે ધીરે કરતા ના વિષય ની અંદર ખૂબ નિષ્ણાત થયો અને મોટો સંગીતકાર થયો એનો આજુબાજુના વિસ્તારમાં માનની મોટા કાર્યક્રમો થવે માંડ્યા, રસોઈ નું કામ બંધ થઈ ગયું.એ સંગીતના કાર્યક્રમ છે
ખૂબ મોટું નામ બન્યા પછી ફરી એકવાર આશ્રમમાં આવે છે અને સન્યાસીને મળે છે અને કહે છે માટે આજે ફરીથી એકવાર આપને ત્યાં રસોઈ બનાવવી છે એ ફરીથી એ રસોઈ બનાવવા લાગે છે. અને ત્યારે ફરી એ ગીતો ગાતો હોય છે ત્યારે કોઈ અતિથિ આવીને પૂછ્યું રસોડામાંથી શેનો અવાજ આવે છે ત્યારે સન્યાસી નો જવાબ હતો એક મહાન સંગીતકાર આજે રસોઈ બનાવી રહ્યો છે. કહેવાનો મતલબ છે કે પહેલા રસોઈયો હતો એ સામાન્ય હતો એ સામાન્ય પ્રવૃત્તિ કરતો હશે તો એના માટેનું ગીત છે ગણગણવું હતું . પરંતુ જ્યારે સંગીતકાર બને છે ત્યારે એનું ગીત છે એ મુખ્ય બને છે અને રસોઈ છે ગૌણ બને છે તો ગૃહસ્થાશ્રમની અંદર પણ હિત છે ગૌણ હોય છે રસોઈ મુખ્ય હોય છે. પરંતુ વાનપ્રસ્થાશ્રમમાં ગીત અન્ય કામ મુખ્ય હોય છે .રસોઈ ગૌણ બને છે સંગીત મહત્વનું એટલે કે વન પ્રસ્થશ્તમ આશ્રમ વ્યવસ્થા બીજા માટે નું કામ
આશ્રમ વ્યવસ્થા માં
આશ્રમ = આ+ શ્રમ
આ ઉત્સર્ગ છે
શ્રમ એટલે કે પરિશ્રમ
જીવનરૂપી યાત્રામાં થોભવુ અને ફરી આગળ વધવુ.
गृहस्थस्तु यथा पश्येद्वली पलितं आत्मनः
अपत्यस्यैव चापत्यं तदारण्यं समाश्रयेत्
यह श्लोक मनुस्मृति के अनुसार यह बताता है कि जब कोई गृहस्थ व्यक्ति अपने
बुढ़ापे (झुर्रियों और सफेद बालों) और अपने पोते (पुत्र के पुत्र) को देखे, तो उसे वन का आश्रय लेना चाहिए, यानी वानप्रस्थ आश्रम में प्रवेश करना चाहिए। इसका अर्थ है कि जब कोई व्यक्ति अपनी जिम्मेदारियों से मुक्त हो जाता है, तो उसे अपना जीवन आध्यात्मिक और तपस्यापूर्ण तरीके से बिताना चाहिए।
એટલે આશ્રમ વ્યવસ્થા પ્રવૃતિ બાદ નિવૃત્તિ સંપૂર્ણ નહીં
કામ નોનોરકસ બદલાય છે
નિવૃત્તિમાં ખરેખર નિષ્ક્રિયતા નથી
પણ પ્રવૃત્તિ છે પ્રકાર બદલાય છે
સ્વ થી સમાજ દેશ તરફ જવાનું
આપણા હિન્દુ ધર્મમાં ચાર આશ્રમ વ્યવસ્થા છે
બ્રહ્મચર્યાશ્રમ ગૃહસ્થાશ્રમ વાનપ્રસાદમ અને સંન્યાસશ્શ્રમ
વાનપ્રસ્થાશ્રમ એટલે કે નિવૃત્તિ પછીનો સમય આ એક તપસ્યાનો સમય છે સામાજિક જીવન સંતુલિત કરવા માટે છે ચાર પુરુષાર્થની પ્રાપ્તિની યાત્રા એ ખૂબ મહત્વની છે
વાનપ્રસ્થાશ્રમ વિશે વાત કરીએ તો 51 થી 75 વર્ષનો સમયગાળો છે
જીવનદર્શન અને સાંસ્કૃતિક મૂલ્યોની વ્યવસ્થા માટેનું આ સમય છે
સંસારમાં રહેવા છતાં સંસારથી દૂર રહીને સમાજની સેવાની ભૂમિકામાં રહેવાનું અપેક્ષિત છે
અહીં આધ્યાત્મિકતાનું પ્રથમ પગથિયું છે એટલે કે મોક્ષ પુરુષાર્થની શરૂઆતનું કામ છે
સંસારમાં ચૂકવવાના જ અલગ અલગ ઋણ છે એમાં સમાજ ઋણ ચૂકવવાની જવાબદારી આ સમયની છે
યજ્ઞ એટલે કે કર્તવ્ય એ જુદા જુદા યજ્ઞ છે એમાં ભૂત યજ્ઞ અને મનુષ્ય યજ્ઞ માટેનો આ સમય છે
વાનપ્રસ્થ એટલે વનમાં જેવો એવું નથી
કોઈ શિક્ષણનું કાર્ય ચલાવવું એ
અભ્યાસનું કાર્ય ચલાવવું કોઈ
પ્રશિક્ષણ નું કામ ચલાવવું એવું છે
હાલના સમયમાં તો સામાજિક કાર્યમાં પ્રવૃતિઓ ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રના સેવામાં મદદગાર થવું
સેવા સંગઠનો પોતાની સક્રિયતા રાખી પોતાના શોખના વિષયમાં સંશોધન કરવું. સમાજ ઉપયોગી થવું અને કાર્યકર્તાઓનું નિર્માણ કરવું.
આ એક ક્રિયા વાનપ્રસ્થાશ્રમ એટલે નિવૃત્તિ પછી અપેક્ષિત છે
આ માટે થોડા ગુણોનું આયોજન કરવું પડે
ગુણો : ધ્યાન પ્રણવતા, તત્વ ચિંતન ,વિચાર ,સંયમ અભ્યાસ, તરફની ગતિ વ્યક્તિથી સામાજિક ચાર તરફનો મનનો વણાંક.
અહીંયા મહત્વ છે કારણકે
નિવૃત વાનપ્રસથી પાસે
વ્યક્તિ પાસે અનુભવ છે
અનુભવની સમૃદ્ધિ છે
સમાજમાં ચાલવાની દિશા છે
અહીંયા શિખિલતા નહીં
અશક્તિનું મહત્વ નથી સશક્ત થઈને કામ કરવાનું મહત્વ છે
કાર્યના વિસ્તાર માટે સમય આપવાની વાત છે
ઘણા ઉદાહરણો જોઈ શકાય માટે નીકળતા વિસ્તારકો વનવાસી કામમાં લાગતા કાર્યકર્તાઓ કાર્યાલયની વ્યવસ્થા સંભાળતા વિવિધ ક્ષેત્રો માટે સમય આપતા કુટુંબનું કામ કરતા આવા અનેક કામો થઈ શકે છે નિરંજન ભગતનું એક કાવ્ય છે એને યાદ કરીએ
હું તો બસ ફરવા આવ્યો છું.
હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
રે ચાહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા ને સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું ચાર ઘડી
ને ગાઇ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું.
હું તો બસ ફરવા આવ્યો છું.


Comments
Post a Comment