ગજ્જર શૌર્ય સપૂત સન્માન- રાજકોટ
તારીખ 31 મે 2026 રવિવાર અને રાણી અહલ્યાનબાઈ ના જન્મદિને રાજકોટમાં વિશ્વકર્મા કેળવણી મંડળના સ્થાને રાજકોટની મહિલાઓની સંસ્થા "ગજ્જર સખી વૃંદ "દ્વારા એક વિશેષ કાર્યક્રમ યોજાઈ ગયો જેનું નામ હતું "ગજ્જર શૌર્ય સપૂત સન્માન".
ગુર્જર સુથાર સમાજના સૈન્યના વિવિધ વિભાગોમાં દેશની રક્ષાકાજે કામ કરનાર નિવૃત્ત અને હાલમાં કાર્યરત દેશભક્ત જવાનો અને તેમના પરિવારનું સન્માન કરવાનો આ કાર્યક્રમ હતો .આ કાર્યક્રમની પ્રેરણા એ ખરેખર અભિનંદનીય કહેવાય. સ્થાપક પ્રમુખ ગજ્જર સખી વૃંદના ઉત્પલબેન કિશોરભાઈ જાદવાણી કે (જ્યાં ઉત્પલાનો અર્થ જ વાદળી કમળ, શાલીનતા અને સૌંદર્યનો સમન્વય) તથા પ્રમુખશ્રી વર્ષાબેન સત્યનભાઈ રાણપરીયા (વર્ષા કે જેના વગર પ્રકૃતિ ચાલી ન શકે )અને મંત્રી શ્રી દિયાબેન ગૌરાંગભાઈ વડગામા (દિયા દીપક એટલે પ્સૂરજની ગેરહાજરી ન સાલવા દે તે દિપક ) આવા વિવિધ ગુણધારી બહેનો સાથે તેમની ગજ્જર સખી વૃંદની અન્ય બહેનો દ્વારા ખૂબ જ સુંદર સરસ વ્યવસ્થિત માનસભર કાર્યક્રમ યોજ્યો હતો.
આ કાર્યક્રમમાં પધારેલા સૌ મહેમાનોને સુંદર મજાનું આમ્રરસનું ભોજન કરાવ્યા પછી મંચસ્થ કાર્યક્રમ શરૂ થયો હતો. ભારતમાતાનું પુષ્પાહાર તથા દીપક પ્રજવલન બાદ વંદે માતરમનું સુંદર મજાનું બહેનો અને ભાઈઓ દ્વારા નૃત્ય ગીત રજૂ થયું. દેશભક્તિ પ્રેરણા દરેકની રગો રગમાં પુરે તેવું સુંદર ગીત હતું. મંચસ્થ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મુંબઈના વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને આર્કિટેક એન્જિનિયર જયંતભાઈ ઝોલાપરા તેમના પત્ની શ્રીમતી વસંતાબેન સાથે ઉપસ્થિત હતા અને મારે પણ આ કાર્યક્રમમાં ડો પૂર્ણિમા સાથે ઉપસ્થિત રહેવાનું થયું .રાજકોટના સ્થાનિક ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ ઉપસ્થિત હતા માલવિકાબેન બકરાણીયા સ્થાનિક કોર્પોરેટર અને જ્ઞાતિના પ્રમુખ રસિકભાઈ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિત હતી .દરેક જવાનોનું સન્માન ,પરિચય અને એમના અનુભવોની કથા શબ્દોદ્વારા કહેવામાં આવી.કાર્યક્રમ સમયમાં થોડો લંબાયેલો રહ્યો મારે કહેવાના શબ્દો માટે સમય ટૂંકો હોવાથી આજે આ વાત લેખ દ્વારા રજૂ કરી રહ્યો છું.
આપણા દેશના એક સુપ્રસિદ્ધ હિન્દી ના કવિ મખનલાલ ચતુર્વેદીની એક કવિતા છે" मुझे तोड़ लेना वनमाली, उस पथ पर तुम फेंक देना
मातृभूमि पर शीश चढ़ाने, जिस पथ जाए वीर अनेक"
અહીં ફૂલો માલીને કહે છે કે તમે અમને છોડ પરથી તોડો પરંતુ અમોને એવી ઈચ્છા નથી કે અમે કોઈ સુકન્યા ની વેણીમાં ગોઠવાઈ,અમારી એવી પણ ઈચ્છા નથી કે અમે કોઈ રાજા મહારાજા ના સિંહાસન કે શય્યા પર બિરાજીએ, અમારી એવી પણ ઈચ્છા નથી કે અમે ભગવાનને ફૂલમાળા સ્વરૂપે ચડીએ, પરંતુ એ માળી તું અમને તોડીને એવા રસ્તા પર ફેંકી દેજે જે રસ્તા ઉપર માતૃભૂમિ ની રક્ષા કરવા માટે પોતાનું શિષ ચઢાવવા ,બલિદાન માટે જનાર અનેક વીરો ચાલતા હોય. કહેવાનો મતલબ છે કે પુષ્પ પણ દેશના રક્ષકો સૈનિકો અને સુરક્ષા કરનારના પગે સ્પર્શ કરવાનું વધારે ઈચ્છા રાખે છે ,નહીં કે અન્ય ઈચ્છાઓ.
ગુજરાતી કવિ દાદ પણ પોતાની એક પંક્તિઓમાં કહે છે કે
"મારે ઠાકોરજી નથી થાવું,ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
જેના ધડ ધીંગાણે અને માથા મસાણે તેના પાળિયા થઈને પૂજાવું,
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું "
અહીંયા પથ્થર પણ કહે છે કે મારે ભગવાનની મૂર્તિ નહીં પરંતુ દેશ, ધર્મ સમાજ ,સંસ્કૃતિ અને રાષ્ટ્રની રક્ષા માટે જે કોઈ બલિદાન થયા છે ,ગાય ,અબોલ પશુઓ ગરીબોની રક્ષા માટે ,બહેન દીકરીઓના શીળની રક્ષા માટે પોતાનું બલિદાન આપનાર વ્યક્તિઓ ના પ્રતીક પાળિયા થવાનું મારી ઈચ્છા છે. આપણા દેશમાં સોમનાથ મંદિરની વારે ચડેલા હમીરજી ગોહિલ કે વછરાજ બેટની અંદર ગાયોની રક્ષા કરવા માટે ગયેલ સોલંકી વછરાજ પોતાની નવ પરિણીત જીવન શરૂ કરતાં પહેલાં રક્ષા માટે બલિદાન આપ્યું .આપણા દેશની અંદર આ એક પરંપરા રહી છે .દેશની અન્ય જ્ઞાતિ જાતિ સાથે ગુજ્જર સુથાર સમાજના પણ આવા અનેક રક્ષકો આપણે ત્યાં થઈ ગયા. ઘણા આપણા કુટુંબોમાં સુરાપુરા તરીકે આપણે એને પૂજીએ અને નિવેદ ધરાવીએ છીએ.હાલની આજની પદ્ધતિમાં દેશની સુરક્ષામાં કામ કરતા જવાનોનો સન્માનનો આ કાર્યક્રમ યોજાયો હતો.
ક્યારેક આપણા મનમાં પ્રશ્ન થાય શહીદોનું સન્માન શા માટે ?.સૈનિક સુરક્ષામાં કામ કરનાર વ્યક્તિઓની સન્માન શા માટે ?આ એમનું સન્માન નથી પરંતુ તેમણે એક પુત્રવત ભાવનાથી માતૃભૂમિના રક્ષણ માટે પોતાના જિંદગીના અમૂલ્ય વર્ષો આપ્યા છે એ ભાવનાનું સન્માન છે .આ એમની ડ્યુટી ફરજ કે નોકરીનું સન્માન નથી પરંતુ પોતાના જીવનના અમૂલ્ય દિવસોને પરિવારથી દૂર રહીને અન્યના કામ માટે આપેલા સમર્પણનું સન્માન છે. આ સન્માન એ વ્યક્તિનું નથી પરંતુ આ સન્માન એનું છે કે જેના પરિવાર ,માતા-પિતા ,પત્ની અને
બાળકોએ પોતાના પરિવારની મુખ્ય વ્યક્તિની દૂરતા સહન કરીને પણ દેશ રક્ષા માટે પોતાના ઘરની મુખ્ય વ્યક્તિને મોકલી હતી. આજે આ સન્માન કરીને આપણે આવનારી પેઢીની પ્રેરણા આપવા માટે ઇન્સ્પિરેશન કરવા માટે આવા કાર્યક્રમોની જરૂરિયાત છે.
આવા સુરક્ષાના કામ માટે આગળ આવેલા યુવાનોને પ્રેરણા મળી હોય છે એમના આગળના વડીલો પાસેથી ,સમાજમાં આવા સેવા કરનાર રોલ મોડેલ પાસેથી ,એમને આડકતરી અનેક સમાજ બંધુઓની, પરિવારના એક એક વ્યક્તિની સુરક્ષા માટે કામ કરતાં સામાજિક સંગઠનો અને રાષ્ટ્રીયતાના શિક્ષણનો પણ એક પ્રભાવ હોય છે .આજે પણ સૈન્યની વિવિધ પાંખો સુરક્ષાની વિવિધ એજન્સીઓની સાથે ÑCÇ,ÑSS, હોમગાર્ડ અને સ્વયંસેવી સંગઠનો જેવા કે આરએસએસ અને રાષ્ટ્ર સેવિકા સમિતિ પણ આ પ્રકારના કામો માટે પોતાના સ્વયંસેવકોને તૈયાર કરે છે.
દેશની સુરક્ષા નું કામ એ ખૂબ અઘરું કામ હોય છે .સીમા ઉપર કામ કરતા વ્યક્તિઓની પાસે ટાંચા સાધનો હોય છે .પ્રતિકૂળ વાતાવરણ હોય છે .ક્યારેક કાશ્મીરની ઠંડી _ 30 ડીગ્રી _35 ડિગ્રીનું તાપમાન હોય, ત્યારે રાજસ્થાન અને કચ્છની રણની ગરમ ધૂળ વાળી ઉડતી હવાઓ ,ક્યારેક વરસાદી વનરાજીવાળા વનોની સરહદોમાં પૂર્વતર ભારતની વાત .ક્યારેક સીમાપારથી આવતા બંદૂકોને આ ગોળીના ધમાલ .આવા બધા જ વચ્ચે દેશની રક્ષા એમનો મંત્ર હોય છે .આપણા મહાભારતના પવિત્ર ગ્રંથની અંદર શાંતિ પર્વ માં કહ્યું છે "દેશની સરહદો માતાના વસ્ત્ર સમાન પવિત્ર છે તેનું રક્ષણ કરવાની જવાબદારી આપણા બધા પુત્રોની છે" આપણા બધા વતી આવી જવાબદારીઓને નિભાવનાર આ બધા સુરક્ષાના સૈનિકોને સો સો સલામl.
તેઓ દેશની સરહદો સુરક્ષાનું કાર્ય તો કરે જ છે દેશ ઉપર આવતા વિવિધ દુશ્મનોના અનેક પ્રકારના આક્રમણોનો પણ જડબગોડ જવાબ આપે છે .ક્યારેક જરૂર પડે તો દેશની અંદરની આંતરિક પરિસ્થિતિની અંદર પણ સુરક્ષા માટે પહોંચી જાય છે .આતંકવાદી હુમલાઓમાં સામી છાતીએ લડે છે. દેશના સરહદોના વિસ્તારમાં રહેલા અનેક મંદિરોની પણ તેઓ સેવા પૂજા અને સુરક્ષા કરે છે જેવા કે જેસલમેર પાસે આવેલું તનોટ માતાનું મંદિર ,કચ્છના રણમાં આવેલો ભેડીયા હનુમાનનું મંદિર, લડાખ પાસે આવેલું પથ્થર સાહેબ ગુરુ દ્વારા, ગંગટોક માં આવેલો હનુમાનજીનું મંદિર ,નડેશ્વરી માતા મંદિર અને શ્રીનગર નું શંકરાચાર્ય
મંદિર
દેશની સુરક્ષા નું કામ આ પ્રકારના સુરક્ષા કર્મીઓ તો કરે જ છે .પરંતુ પ્રજા પણ એમાંથી છટકી શકે નહીં. ખાસ કરીને સીમા વિસ્તારમાં વસતા બધા જ પ્રજાજનોનું આ કામ છે. સચ્ચિદાનંદ સ્વામી કહેતા હતા કે સરહદો ઉપર વસતા લોકોએ સુરક્ષાનું કામ કરવું જોઈએ .એક કથામાં જ્યારે પાકિસ્તાની હુમલા વખતે પોતે સરહદ ના વિસ્તારમાં રેલવેના ટ્રેકનું રક્ષણ કરશે એમ કહ્યું ત્યારે અનેક લોકોની સાથે તૈયાર થઈ ગયા હતા. સીમામાં વસતા લોકો માટે કામ કરનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી એક સીમા જાગરણ મંચ ચાલે છે. તેના કાર્યકર્તાઓ દ્વારા સીમામાં વસતા વ્યક્તિઓના સ્વાસ્થ્ય ,શિક્ષણ ,સેવા સમરસતા ,સંસ્કારનું કામ કરે છે .સરહદમાં વસ્તી વ્યક્તિઓની દેશભાવના મજબૂત બનાવવાનું ,સૈન્ય અને પેરામિલેટરી સંસ્થાઓમાં પ્રવેશ માટેની પૂર્વ તૈયારી કરવાનું, યુવાનોને રમતો પ્રત્યેનું આકર્ષણ જાગે તથા અરાષ્ટ્રીય પ્રવૃત્તિથી સમાજને જાગૃત થવાનું કામ સીમા જાગરણ મંચ કરી રહ્યો છે .તેના દ્વારા સીમાથી દૂર રહેતા લોકોને સરહદને ઓળખો ના કાર્યક્રમ પણ થાય છે .સામાન્ય જન સમાજના લોકોને પર્યટનના સ્વરૂપ પણ ઝીરો બોર્ડર સુધી લઈ જઈ શકાય છે
દેશની સુરક્ષા નું કામ ક્યારેક સામાન્ય જન પણ કરી શકે છે ભારતના વિભાજન પછી જમ્મુ કશ્મીર ની અંદર કબાયોલીઓ રૂપમાં પાકિસ્તાનના આવેલા સૈનિકોનો સામનો કરતા જ્યારે કાશ્મીરની હવાઈ પટ્ટી તૂટી રહે ત્યારે સંઘના સ્વયંસેવકો રાતોરાત રીપેર કરી હતી. ભુજ પિક્ચરમાં બતાવેલું છે તે પ્રમાણે 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે ભુજ વિમાન મથકની તૂટી ગયેલી હવાઈ પટ્ટીને તેની આસપાસના માધાપર અને અનેક ગામોની બહેનોએ રાત્રે જાગરણ કરીને હવાઈ પટ્ટી તૈયાર કરી હતી .તેમજ કારગિલના યુદ્ધ વખતે કચ્છની સરહદો સુધી પાણી પહોંચાડવાનું કામ તેના ખેડૂતોએ કર્યું હતું.
દેશની સરહદો પરના લોકોને સહાય પણ એક દેશ રક્ષાનું કામ છે .પૂર્વતર ભારત અને છેડાઓમાં આવેલા વિસ્તારના લોકોની સ્વાસ્થ્યની સેવા માટે થતી ધનવંતરી યાત્રા કે ત્યાં સેવા ભારતી, વિવેકાનંદ કેન્દ્ર અને સામાજિક સંગઠનો દ્વારા થતી સ્કૂલો એ આજ કામ છે . મનેલીના શાળામાં ભણેલો એક વિદ્યાર્થી પોતાની નોકરી ઉતરાખંડ છોડીને બારામુલ્લા સ્કૂલમાં જાય કે કારણ સંપૂર્ણ ભારત મારો દેશ છે એની ભાવના દર્શાવે છે.
ભારતની અંદર અનેક સ્થાનો ઉપર ભારતના પડોશી દેશ દુશ્મનો સાથે થયેલા
યુદ્ધના અને સ્મારકો છે એવા સ્મારકોમાં યાત્રા સ્વરૂપે જવું અને દેશભક્તિની જ્વાલા સતત જાગૃત રાખવી આવનારી નવી પેઢીની આ ભાવ નિર્માણ થાય એ માટે જરૂરી છે તવાંગ યાત્રામાં ચીન સાથેના 62 ના યુદ્ધના અનેક સ્મારકો આવેલા છે .તો સરહળી વિસ્તારમાં રહેલા પરશુરામ કુંડની યાત્રા , લડાખમાં સિંધુ દર્શન યાત્રા ,પાકિસ્તાનમાં જઈને હિંગળાજ માતાના દર્શન કે રાજસ્થાનમાં તનોટ માતાના દર્શન કે , આંદામાન ની સેલ્લુલર જેલ મુલાકાત પણ આવી જ દેશભક્તિની પરિણામ સમજ સમાજને આપે છે.
ગુર્જર સુથાર સમાજના અનેક વિષયોમાં અનેક મહાનુભાવો થઈ ગયા શિલ્પના વિદ્યા ની અંદર સોમપુરા ભાઈઓ ,સ્થાપત્યની અંદર ચંદુભાઈ કે અમૃતભાઈ, ઉદ્યોગ માં લા ગજ્જર, દાનવીરમાં પુરુષોતમ,અને સંગીતમાં નારાયણ સ્વામી જેવા. પરંતુ સુરક્ષાના કામની અંદર પણ કોઈ પાછળ નથી જુના સમયમાં ગામ પટેલ ,પોલીસ પટેલ , પસાયતા અને જરૂર પડે ક્ષત્રિયોની સાથે લડવા જનાર આપણા સુથાર સમાજના અનેક લોકો જોવા મળે છે .લડાઈ માટે જરૂર પડતા સાધનોને તૈયાર કરવા માટેનો પણ કામ કારીગર સમાજે કર્યું છે. ઇતિહાસમાં એમ કહેવાય છે કે સુરજ ભગવાન ખૂબ તપી ગયા હતા એમની ગરમીને દૂર કરવા માટે ભગવાન વિશ્વકર્માએ સુરજદાદા માંથી અમુક ભાગને અલગ અલગ કરીને એમાંથી શસ્ત્રોનું નિર્માણ કર્યું શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર, ભગવાન શિવનો ત્રિશુલ , ગાંડીવ જેવા અનેક શસ્ત્રનું નિર્માણ ભગવાન વિશ્વકર્માએ કર્યું હતું. ગુર્જર સુથાર સમાજના લોકોએ શસ્ત્રોની અંદર આવી પ્રવિણતા કેળવી છે .આજના સંદર્ભમાં જોયા જઈએ તો રાજકોટના ઉદ્યોગપતિઓમાંથી કેટલાય રએવા નાના નાના સ્પેરપાર્ટ બનાવે છે જે સુરક્ષાના જુદા જુદા સાધનોમાં વપરાય છે.
સૌરાષ્ટ્રના નહીં પરંતુ અન્ય વિસ્તારના સુથાર સમાજના થોડા મુખ્ય લોકોએ પોતાના જિંદગી દેશ માટે સમર્પણ કરીને વિવિધ જ્ઞાતિઓ
(૧)નાયબ સુબેદાર ચુનીલાલ જેમને અશોક ચક્ર વીર ચક્રમળ્યો હતો ડોડા જિલ્લામાં જમ્મુ કાશ્મીરમાં ૧૯૮૭માં સિયાચીન પાસે શહીદ ,આતંકવાદીઓ સામે કામ કરતા છે ન(૨) શહીદ કોન્સ્ટેબલ સુરેશ જાંગીડા તેને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મળેલો જો સીઆરપીએફમાં હતા અને આતંકવાદી સાથે મૂઠભેળમાં શહીદ થયા હતા(૩) ગનર સતનામ સિંહ ધીમાન 1999 માં કારગિલ યુદ્ધમાં તોપખાનામાં કામ કરતાં બલિદાન થયા હતા (૪) શહિદ કોન્સ્ટેબલ જગદીશપ્રસાદ જોગીડા
સંસદ ભવનના હુમલામાં 2001માં મરણોત્તરમની કીર્તિ ચક્ર મળ્યો હતો.
આવા કાર્યક્રમમાંથી આવનારી પેઢીને પ્રેરણા મળે અને અન્ય ક્ષેત્રની જેમ સુરક્ષાના ક્ષેત્રોની અંદર પણ નવી પેઢી આગળ આવે એ માટેની શુભકામનાઓ ,અપેક્ષાઓ સાથે ભારત માતાકી જય


Comments
Post a Comment